મોરબી જિલ્લામાં કોવિશિલ્ડ રસી ખલ્લાસ ! કોવેકસીનના માત્ર 2600 ડોઝ ઉપલબ્ધ

- text


મોરબી જિલ્લામાં 70માંથી ઘટીને 40 સ્થળે વેકસીનેશન બાદ આવતીકાલે માત્ર 15 જગ્યાએ રસીકરણ

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના બિહામણો બનીને ત્રાટક્યો હોવા છતાં નાગરિકોને ઝડપભેર રસીકરણ કરવાને બદલે દિવસે-દિવસે વેકસીનેશન સેન્ટરમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે અને આવતીકાલે મંગળવારે તો માત્ર 15 સ્થળે જ વેકસીનેશન થશે, ચોંકાવનારી વાત તો એ છે કે મોરબી જિલ્લામાં કોવિશિલ્ડનો જથ્થો ખૂટી પડ્યો છે અને આવતીકાલે નાગરિકો માટે માત્ર 2600 કોવેકસીન ડોઝ ઉપલબ્ધ છે.

એક તરફ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ત્રીજી લહેર પૂર્વે ઝડપભેર રસીકરણ માટે મસમોટી જાહેરાત કરવામાં આવી છે અને નિયંત્રણમાં છૂટછાટ સાથે વ્યાપારીઓ, ધંધાદારીઓ માટે વેકસીન લેવી ફરજીયાત બનાવી છે તેવા સમયે જ મોરબી જિલ્લાને પૂરતા પ્રમાણમાં કોરોના વેકસીન ફાળવવામાં ન આવતા વેકસીનેશન સેન્ટરમાં ઉતરોતર ઘટાડો કરી 70માંથી 40 અને હવે આવતીકાલે માત્ર 15 સેન્ટર ઉપર જ કોરોના વેકસીનેશન કરવા આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

- text

સોમવારે મોરબી જિલ્લામાં કુલ 40 કોરોના રસીકરણ કેન્દ્ર ઉપર 18થી 44 વર્ષના 3655 અને 45 વર્ષથી વધુ ઉંમરના 1826 નાગરિકો મળી કુલ 5481નાગરિકોને કોરોના રસી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે હાલમાં મોરબી જિલ્લામાં કોવિશિલ્ડ વેકસીનનો જથ્થો ખલ્લાસ થઈ ગયો છે અને આવતીકાલે કોવિશિલ્ડ રસી આવે તેમ છે ત્યારે મંગળવારે વિવિધ 15 સ્થળોમાં મોરબીમાં 7, ટંકારામાં 2, વાંકાનેરમાં 1, માળીયામાં 3 અને હળવદમાં 2 સ્થળે કુલ 2600 કોવેકસીનની રસી ઉપલબ્ધ હોય નાગરિકોને કોવેકસીન રસી મુકવામાં આવશે.

- text