આગમાં સર્વસ્વ ગુમાવનાર ગરીબ દીકરીને મનગમતો કરિયાવર આપતી રોટરી કલબ

- text


હળવદમાં સાત ઝુંપડા ખાખ થઈ જવાની ઘટનામાં દીકરીએ ભેગો કરેલો કરિયાવર ખાખ થતા રોટરી કલબ ઓફ હળવદનું માનવતા ભર્યું પગલું

હળવદ : બે માસ પૂર્વે હળવદ જીઆઇડીસી નજીક સાત ઝુંપડા બળીને ભસ્મીભૂત થઈ જતા એક ગરીબ પરિવારની દીકરીએ ભેગો કરેલ કરિયાવર પણ આગમાં ભડથું થઈ ગયો હતો ત્યારે આ દીકરીને કઈ ઓછપ ન આવે તે માટે રોટરી કલબ ઓફ હળવદ દ્વારા દીકરીને મનગમતો દાયજો માતાપિતા બનીને કરી આપતા ગરીબ પરિવારમાં હર્ષના અશ્રુનો દરિયો છલકી ઉઠ્યો હતો.

- text

આજથી બે માસ પહેલા અકસ્માતે હળવદ જીઆઇડીસીની બહાર આવેલા સાત ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા. એ વખતે ત્યાંની એક દીકરીના લગ્ન ગોઠવાયા હોવાથી એમને જિંદગીભર ભેરી કરેલ બચત મૂડી માંથી ખરીદેલ કરિયાવરનો બધોજ સામાન તેમજ રોકડ રકમ ઝૂંપડામાં આગને કારણે બળી ગયેલ.

આ કરુણ બાબત રોટરી ક્લબ ઓફ હળવદના ધ્યાને આવતા દીકરીને કરિયાવરમાં આપવા માટેનો જરૂરી એવો સામાન દીકરીએ જે કીધો એવો અને દીકરીને જેવો ગમે તેવો તેની પસંદગી મુજબ લઈ આપવામાં આવ્યો હતો.

આ ગરીબ પરિવારની દીકરીને પોતાની દીકરી ગણી પેટી પલંગ, તિજોરી, ટીપોઈ, ખુરશીઓ, ગાદલું, તકિયા, ઓશિકા, બાજોઠ વગેરે તેમજ રસોડાના વાસણ નો સેટ આપવામાં આવેલ છે. આ પ્રોજેક્ટનું અનુદાન જયદીપસિંહ વાઘેલા સાણંદ તરફથી આપવામાં આવ્યું હતું.

- text