વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં ગૌમાતા માટે ખોળ પહોંચાડતા ટંકારાના ઉદ્યોગપતિ

- text


યંગ ઈન્ડિયા ગ્રુપે સ્થિતિ અંગે વાકેફ કરતા ઉદ્યોગપતિઓ મદદ માટે આગળ આવ્યા

ટંકારા : વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં મનુષ્યની મદદ માટે સેવાભાવીઓ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી થઈ રહી છે ત્યારે અબોલ જીવ માટે ટંકારાના ઉદ્યોગપતિઓ આગળ આવ્યા છે અને ગૌમાતા માટે ખોળ મોકલવાની સાથે ઘાસચારા માટે પણ વ્યવસ્થા કરી રહ્યા છે.

મોરબી પોલિપેક એશોએશિયનના પ્રમુખ એવા ટંકારાના યુવા ઉદ્યોગપતિ અને સમાજ સેવા માટે હંમેશા પ્રથમ હરોળમાં રહેતા જગદીશ પનારા દ્વારા વાવાઝોડાગ્રસ્ત વિસ્તારમાં ગૌમાતાને ઘાસચારાની જરૂરત હોવાનું ત્યા સેવા માટે ગયેલ યંગ ઇન્ડિયા ગ્રુપ થકી માહિતી મળતા તાત્કાલિક નિરણ માટે વ્યવસ્થા કરી હતી. ઉપરાંત, તાબડતોબ એક ગાડી પૌષ્ટિક કપાસિયા ખોળ ઉના તાલુકાના વિસ્તારમાં પહોંચતો કર્યો છે.

હાલ પણ નેચરલ ટેકનોફેબ અને બાલાજી પેક પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રહેણાંક માટે નુકસાન સામે સહાય અને ઘાસચારો સહિત સામગ્રી પહોંચતી કરવા ઉદ્યોગપતિઓની ટીમ કામે લાગી છે.

- text

- text