વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે સૌરાષ્ટ્રમાં : વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે

- text


રબી : તાઉતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ નુકસાની સર્જાઈ છે. ત્યારે સૌથી વધુ જે જિલ્લા છે તેની વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત લેવાના છે. તેઓ આ વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરવાના છે.

- text

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આવતીકાલે મુલાકાત લેશે. વડાપ્રધાન આવતીકાલે બુધવારે 19 મે 2021ના નવી દિલ્હીથી હવાઈ માર્ગે ભાવનગર આવશે અને ત્યાંથી તેઓ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના તાઉતે અસરગ્રસ્ત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે જશે.વડાપ્રધાન ત્યારબાદ અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે.ત્યારબાદ પ્રધાનમંત્રી અમદાવાદથી હવાઈ માર્ગે નવીદિલ્હી જશે.

- text