મોરબીમાં ધર્મનાથ જૈન મિત્ર મંડળ દ્વારા જૈન કોરોના દર્દીઓને મેડિકલ સહાય અપાઈ

- text


મોરબી : મોરબીમાં ધર્મનાથ જૈન મિત્ર મંડળ – દરબારગઢ દેરાસર દ્વારા મોરબી સમસ્ત જૈન પરિવારનાં સભ્યો તા. 28 માર્ચ પછી કોરોના પોઝિટિવ થયેલ હોય તેવા સાધર્મિક દર્દીઓને દવા અને મેડિકલ રિપોર્ટનાં ખર્ચમાં સાધર્મિક ભક્તિ રૂપે સહાયભૂત થવા મંડળ દ્વારા જૈન તપ ગચ્છનાં આશીર્વાદ મેળવીને રૂ. 17,800નું મંડળનું પોતાનું ફંડ તથા પ્રોજેક્ટ કમિટી દ્વારા પણ ફૂલની પાંખડી રૂપે ફંડ વાપરીને આ મેડિકલ સહાય પ્રોજેકટ માટે દાનવીર દાતા પરિવારોને સોશિયલ મિડીયાનાં માધ્યમોથી વિનંતી કરતાં જુદા-જુદા 32 દાનવીર દાતાઓ દ્વારા રૂ. 1,83,000નું ફંડ એકત્ર કરવામાં આવેલ હતું.

- text

ત્યારબાદ તા. 19/04/2021 સુધી સાધર્મિક કોરોના દર્દીઓએ પોતાના કોરોના પોઝિટિવ રિપોર્ટ અને દવાનાં બિલો મંડળને વ્હોટ્સએપથી મોકલતા આવા 47 સાધર્મિક દર્દીઓને રૂ. 5000ની મર્યાદામાં મેડિકલ સહાય કરવાનો મંડળને લાભ મળેલ છે. આ પ્રોજેકટ માટે દાતા પરિવારોની મંડળ દ્વારા દેરાસર ખાતે બેનર દ્વારા આભાર માનેલ છે.

આ પ્રોજેકટને સફળ કરવા દરબારગઢ જૈન સંઘના પ્રમુખ નવિનભાઇનું સચોટ માર્ગદર્શન મળેલ છે તથા ટ્રસ્ટી દિનેશભાઇનો પણ સહકાર મળેલ છે. આ પ્રોજેકટમાં પ્રોજેકટ કમિટીમાં અશોકભાઇ કોઠારી, દિવ્યેશભાઇ સંઘાણી, ભરતભાઈ કોઠારી, સંજયભાઇ શેઠ, પ્રશાંત શાહ તથા રોનક કોઠારી દ્વારા તન, મન, ધનથી સહકાર મળેલ છે. મંડળના પ્રમુખ નિલેશભાઇ શાહ, મંડળનાં ઉપપ્રમુખ, પિયુષભાઇ રાઠોડ તથા મંત્રી જયેશભાઇ કોઠારી કોરોના પોઝિટિવ હોવા છતાં ટેલિફોનિક રીતે પ્રોજેક્ટ સફળ કરવા સહકાર આપેલ છે.

- text