મોરબીના જલારામ મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અસ્થિઓનું ગ્રહણ પહેલા સામુહીક વિસર્જન કરાશે

- text


દીવંગતોના અસ્થિ સ્મશાન ખાતે સંસ્થાના અસ્થિ કુંભમાં પધરાવવા અનુરોધ

મોરબી : મોરબીના જલારામ મંદીર દ્વારા કોરોનાગ્રસ્ત મૃતદેહો તથા બિનવારસી મૃતદેહોના અસ્થિઓનુ ગ્રહણ પહેલા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે. આથી, સદગત સ્વજનોના અસ્થિ વિસર્જીત ન કરી શકેલ હોય તેવા પરિવારજનોએ દીવંગતોના અસ્થિ શહેરના વિવિધ સ્મશાને સંસ્થાના અસ્થિ કુંભમા પધરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે. તે ઉપરાંત, તેમના અસ્થિઓનુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમા સામૂહીક વિસર્જન કરવામા આવે છે. તેમજ જે લોકો સ્વજનોના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામા આવે છે.

- text

હીન્દુ ધર્મની પરંપરા મુજબ દીવંગતોના આત્માની શાંતિ અર્થે ગ્રહણ પહેલા અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે આગામી તા. ૨૬-૫ના રોજ ચંદ્રગ્રહણ હોય મોરબી જલારામ મંદીર દ્વારા તા.૨૩-૫-૨૦૨૧ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા કોરોનાગ્રસ્ત તથા બિનવારસી મૃતદેહોના અસ્થિઓનુ સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે. તા. ૨૨-૫-૨૦૨૧ના રોજ મોરબીના તમામ સ્મશાનેથી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામા આવશે. જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થાના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થશે. જે કોઈ વ્યક્તિઓ સ્વજનોના અસ્થિઓ વિસર્જીત કરી શકેલ ન હોય તેમણે આગામી તા. ૨૨-૫-૨૦૨૧ સુધીમા શહેરના વિવિધ સ્મશાન ખાતે જલારામ મંદીરના અસ્થિ કુંભમા પધરાવવા વિનંતી કરેલ છે.

આ ભગીરથ કાર્યમા સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હીતેશ જાની, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, પ્રતાપભાઈ ચગ, ભાવીન ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, અમિત પોપટ (પોપટ પાન), નંદલાલ રાઠોડ, દીનેશ સોલંકી સહીતના જોડાશે. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડ દ્વારા યાદીમાં જણાવાયું છે.

- text