માળીયા નજીક ડમ્પર પાછળ કન્ટેનર અથડાતા કન્ટેનરચાલકનું મોત

- text


માળીયા : માળીયા કંડલા નેશનલ હાઇવે પર દેવ સોલ્ટ કારખાનાથી માળીયા તરફ રોડ પર ગેરકાયદે પાર્ક કરેલા ડમ્પર પાછળ કન્ટેનર ધડાકાભેર અથડાતા કન્ટેનરચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધાતા માળીયા પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની માળીયા (મીં.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઇમ્તિયાજઆલમ કજીમુદિનભાઇ શેખ (ઉ.વ.૩૪ ધંધો-ડ્રાઇવીંગ રહે હાલ-ગાંધીધામ, કાર્ગો મુળ રહે-તલસબરીયાગામ પો.સ્ટ.મંજીયાવ જી.ગઢવા, ઝારખંડ) એ આરોપી ડમ્પર GJ-17-UU-1154ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા. ૨૨ના રોજ માળીયા-કંડલા નેશનલ હાઇવે પર દેવ સોલ્ટ કારખાનાથી માળીયા તરફ રોડ પર આરોપીએ ડમ્પર નંબર GJ-17-UU-1154નુ ટ્રાફીકને અડચણ રૂપ થાય તેમ પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે નેશનલ હાઇવે રોડ ઉપર રાત્રીના અંધારામા સહેલાઇથી જોઇ ન શકાય તેમ ઉભુ રાખી ડમ્પરના પાછળના ઠાઠાના ભાગે કોઇ રેડીયમની નિશાનીઓ કે સહેલાઇથી અંધારામા જોઇ શકાય તેવી પાર્કીંગ લાઇટો ન લગાવી તેમજ પાછળના ભાગે કોઇ આડાશ ઉભી ન રાખી કે કોઇ બેરી કેટીંગ ન લગાવી ઉભુ રાખેલ હોય તેના ઠાઠામા ટેઇલર નં.GJ-12-BX-3722 ના ચાલક નશીમઅહેમદ અશરૂદીનખાન પઠાણ (ઉ.વ.૨૮)નુ કન્ટેનર ટેઇલર નં.GJ-12-BX-3722 ભટકાતા તેઓને માથામા તથા શરીરે ગંભીર ઈજા તેમનું મોત થયું હતું. આ અકસ્માત બાદ ડમ્પરચાલક પોતાનું ડમ્પર લઈને નાસી છૂટ્યો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text