મોરબીમાં તસ્કરો બાંધકામની સાઇટ પરથી સિમેન્ટની થેલીઓ ઉઠાવી ગયા!

- text


મોરબી : મોરબીમાં નવલખી રોડ પર તસ્કરો બાંધકામની સાઇટ પરથી સિમેન્ટની થેલીઓ ઉઠાવી ગયા હોવાનું સામે આવ્યું છે.

- text

મોરબી શહેરમાં દુર નવલખી રોડ યમુનાગર શેરી નં.-4માં મનસુખભાઇ ખોડાભાઇ કામરીયાએ તેમની બાંધકામ સાઇટની બાજુમાં આવેલ સાર્વજનીક પ્લોટમાં સિમેન્ટની થેલીઓ રાખેલ હતી. ગત તા. 21ના રોજ રાત્રીનાં બારેક વાગ્યાથી ગઈકાલે તા. 22ના સવારનાં સાતેક વાગ્યા દરમિયાન તસ્કરો સિમેન્ટની 40 થેલીઓ, જે એક થેલીની કિં.રૂ. 300 લેખે કુલ 40 સિમેન્ટની થેલી કિં.રૂ. 12,000ની મતાની ચોરી કરી ગયા છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મનસુખભાઇની ફરિયાદ નોંધી ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text