મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત દૂર કરવા 962 લીટરની ટાંકી કાર્યરત

- text


ટાંકી કાર્યરત થતા હવે ઓકિસજનના બાટલાની ઓછી જરૂર પડશે

મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ વચ્ચે ખાસ કરીને ઓક્સિજનની મોટી ઉણપ સામે આવી છે. કોરોનાના દર્દીઓ વધતા ઓકિસજનની ખમપ્ત વધવાથી ઘણીવાર કટોકટી સર્જાતી હોવાથી ગેપ પડવાને લીધે ઓક્સિજનના દર્દીઓના શ્વાસ અધ્ધર થઈ જતા હતા ત્યારે હવે મોરબી સિવિલમાં ઓકિસજનની કટોકટી દૂર કરવા માટે આજથી 962 લીટરની ઓક્સિજનની ટાંકી કાર્યરત કરવામાં આવી છે. જેથી, સિવિલના દર્દીઓને ઓકિસજનની કટોકટીમાંથી રાહત થઈ છે.

મોરબીની સિવિલમાં ઓકિસજનની અછતને દૂર કરવા માટે યુદ્ધના ધોરણે 965 લીટરની ક્ષમતાવળી ઓક્સિજનની ટાંકીની શરૂઆત કરવામાં આવી છે. આ ઓકિસજનની ટાંકી હાલ 10 થી 12 કલાકના સમય સુધી ઓકિસજન પૂરો પાડે છે. આથી, ઓકિસજનની બોટલ વારંવાર બદલવાની ઝંઝટમાંથી રાહત થઈ છે. જો કે રાત્રે ટાંકી ન ચાલે એટલે બોટલો ચાલુ રાખવી પડે તેમ છે. રાત્રે સ્ટાફનો પણ અભાવ હોય છે અને હાલ એક જ ટાંકી હોય અને એને ભરવા માટે પછી રિફલીગ કરીને ફરી ત્યાં જ મુકવાની હોય છે. આ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી ઓક્સિજનની બોટલથી જ કામ ચલાવવું પડે એટલે 24 કલાક આ ટાંકી ઉપર નિર્ભર રહી શકાય એમ નથી.

- text

સિવિલ હોસ્પિટલમાં અગાઉ 100 બોટલ જોઈતી હતી. તે હવે 500 જેટલા ઓક્સિજનના બાટલાની જરૂર પડે છે. ત્યારે આ 500 બાટલાની જરૂરિયાત સામે હવે આ ઓક્સિજનની ટાંકી કાર્યરત થવાથી આશરે 200 જેટલા ઓકિસજનના બાટલાની ઓછી જરૂર પડશે. એટલે આ વધારાના રહેતા ઓકિસજનના બાટલાનો બીજે સદઉપયોગ કરી શકાશે. સરવાળે આ ઓક્સિજનની ટાંકી 10 થી વધુ કલાક ચાલે તેમ હોવાથી અગાઉ ઓકિસજનમાં દર્દીઓને ગેપ આવતો તે દૂર થઈ ગયો છે.

- text