ટંકારામાં લતીપર ચોકડીએ ડાઈવર્ઝનનો ખાડો બન્યો અકસ્માત ઝોન

- text


દરરોજ અનેક વાહનચાલકો ખાડામાં ખાબકતા હોવા છતાં તંત્ર બેધ્યાન રહેતા લોકોમાં ઉગ્ર આક્રોશ

ટંકારા : મોરબી-રાજકોટ હાઇવે ઉપર લતીપર ચોકડીએ આવેલો ડાઈવર્ઝનનો ખાડો અકસ્માત ઝોન બન્યો હોવાની ગંભીર પરિસ્થિતિ સામે આવી છે. દરરોજ તંત્રના પાપે આ ખાડામાં અનેક વાહન ચાલકો ખાબકતા હોવાથી વાહનચાલકોને નાની-મોટી ઇજાઓ પહોંચે છે. આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં તંત્ર દાદ ન દેતા લોકોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે.

લતીપર ચોકડીએ આવેલો ડાઈવર્ઝનનો મસમોટો ખાડો જાણે મોતનો કૂવો હોય તેવી સ્થિતિ છે. દરરોજ અનેક બાઈકચાલકો આ ખાડામાં ખાબકે છે. જેથી, બાઈક ચાલકોને ગંભીર ઇજા પહોંચે છે. આ ઉપરાંત, ભારે વાહનો પણ આ ખાડામાં ફસાઈ જાય છે. અહીંથી ભારે વાહનો પસાર થવાને કારણે રીતસરની ધૂળની ડમરીઓ ઉડે છે. જેથી, અન્ય વાહનચાલકોને ભારે હેરાનગતિ થાય છે.

ખાડાને કારણે સેંકડો વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા હોવા છતાં જવાબદાર તંત્ર જાણે મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ મુકપ્રેક્ષક બની રહ્યું છે. તંત્ર ધ્યાન જ દેતું ન હોવાથી વાહનચાલકોની સલામતી ભગવાન ભરોસે થઈ પડી છે. જો કે તંત્ર ધ્યાન ન દેતા લોકોએ ખાડા બુરવાના પ્રયાસો કર્યા હતા. પણ કુંડીને તાકીદે રીપેરીંગ કરવાની માંગ ઉઠાવી છે. આ રાજકોટ-મોરબી હાઇવે કચ્છને જોડતો હોય રોજના હાજરો વાહનો અહીંથી પસાર થાય છે. ત્યારે વાહન ચાલકોને પડતી હાલાકી દૂર કરવા તંત્ર નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text

- text