મોરબીમાં અજાણ્યા બેભાન વ્યક્તિને જાગૃત નાગરિકોએ હોસ્પિટલ પહોંચાડી માનવતા મહેકાવી

- text


મોરબી : મોરબીમાં અજાણ્યા બેભાન વ્યક્તિને રાહદારીઓએ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. અજાણ્યા વ્યક્તિની વ્હારે આવી રાહદારીઓએ સેવાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

આજે બપોરના 1 વાગ્યા આસપાસ બીલિયા ગામના જાગૃત નાગરિક અનિરુદ્ધ એન. સાણંદિયા પોતાના વાહનમાં મોરબી શહેરમાં નવા બસ સ્ટેશન નજીકથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે નવા બસ સ્ટેશન નજીક સરદાર પટેલના બાવલા પાસે એક વ્યક્તિ બેભાન હાલતમાં રોડ પર પડેલ હતો. તેના મોઢામાંથી ફીણ નીકળતા હતા. તે વ્યક્તિ પર ધ્યાન જતા અનિરુદ્ધભાઈ ત્યાં પહોંચી ગયા અને તેમણે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. તે વખતે અન્ય બે રાહદારીઓ આવી પહોંચ્યા અને બેભાન વ્યક્તિને છાંયામાં ખસેડ્યા. 108 સેવાને જાણ થતા તુરંત ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને બેભાન વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

- text

આમ, અનિરુદ્ધભાઈ અને અન્ય બે જાગૃત નાગરિકોએ અજાણ્યા બેભાન વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડી માનવતા મહેકાવી હતી. ઉલ્લેખનીય છે કે રસ્તે પસાર થતી વખતે બીમાર માણસને જોઈ રહેવાને બદલે તેમની મદદ કરવી જોઈએ, તેવી અનિરુદ્ધભાઈએ યાદીમાં અપીલ કરી છે.

- text