મોરબીમાં રાત્રી કરફ્યુ ભંગ બદલ હોટલ, ચા-પાન, ફૂટની લારી, કરીયાણાના વેપારીઓ સામે કાર્યવાહી

- text


સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને રાત્રી કરફ્યુ ભંગ બદ્દલ ડઝનેક રીક્ષા ઉપરાંત કાર, બાઈક અને ટ્રક ચાલકો પણ ઝપટે

મોરબી : મોરબીમાં પોલીસે રાત્રી કરફ્યુનો કડક અમલ કરાવ્યો છે. આ ઉપરાંત કોરોનાની ચેઇન તોડવા માટે ફરજિયાત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સની પણ સખત અમલવારી કરી છે. શનિવારે રાત્રે પોલીસે રાત્રી કરફ્યુ ભંગ બદલ હોટલ, ચા-પાન, ફૂટની લારી, કરીયાણાના વેપારીઓ સામે કાર્યવાહી કરી હતી. તેમજ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને રાત્રી કરફ્યુ ભંગ બદ્દલ ડઝનેક રીક્ષા ઉપરાંત કાર, બાઈક અને ટ્રક ચાલકો સામે પણ નિયમભંગ મુજબ કાર્યવાહી કરી હતી.

વાંકાનેરના વાંઢા લીમડા ચોક પાએ વધુ મુસફરોને બેસાડીને હેરફેર કરતા રીક્ષા ચાલક, વાંકાનેરના જિનપરા મેઈન રોડ પર ફૂટની લારી ધારક, વકાનેરની મેઈન બજારમાં માસ્ક પહેર્યાં વગર નીકળેલા બાઈક ચાલક, મોરબીના ઘુંટુ ગામ પાસે બે રીક્ષા ચાલક, મોરબીના રવાપર રોડ ઉપર એચડીએફસી ચોક પાસે દુકાનદાર, વાંકાનેર જિનપરા જકાતનાકા પાસે રીક્ષા ચાલક, વાંકાનેર બાઉન્ડરી પાસે ઇકો કાર ચાલક, વાંકાનેરના જોધોર ગામના પાટિયા પાસે બે દુકાનદારો, માળીયા ફાટક પાસે બે રીક્ષા ચાલકો સામે સોશ્યલ ડિસ્ટન્સ તેમજ ફરજિયાત માસ્કના નિમયનો ભંગ કરવા બદલ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.

- text

મોરબી નજીક માળીયા હાઇવે સર્વિસ રોડ ઉપર વસુંધરા પાનની દુકાન અને વસુંધરા હોટલ રાત્રી કરફ્યુમાં ખુલ્લી રાખવા, વીસીપરામાં રણછોડનગર પાસે નિધિપાર્ક નજીક આવેલ ગરીબી નવાઝ હોટલ રાત્રી કરફ્યુમાં ખુલ્લી રાખવા, માળીયા હાઇવે સર્વિસ રોડ ઉપર લાજવાબ નોંવેઝ હોટલ રાત્રી કરફ્યુમાં ખુલી રાખવા બદલ, ગેડા સર્કલ પાસે રાત્રી કરફ્યુમાં લટાર મારવા નીકળેલા બાઈક ચાલક તેમજ ઢુંવા ચોકડી પાસેબે રીક્ષા ચાલકો, વાંકાનેરના પંચસિયા ગામે બોલેરો કાર ચાલક, હળવદ દશામાંના મંદિર પાસે રીક્ષા ચાલક, હળવદના હરિદર્શન હોટલ પાસે નીકળેલા ટ્રંકની કેબિનમાં ખીચોખીચ મુસાફરો ભરેલા હોવાથી સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ બદલ ગુન્હો નોંધીને કાર્યવાહી કરી હતી.

હળવદ સરા ચોકડી પાસે રાજગોલા નામની લારીએ વધુ લોકોની ભીડ હોવાથી તેમજ માળીયાના વાગડીયા ઝાંપા પાસે રીક્ષા ચાલક, ચાની લારીએ વધુ ભીડ એકઠી હોવાથી તથા ટંકારા નગરનાકા પાસે 3 રીક્ષા ચાલકો, મોરબીના ગાંધીચોકમાં રીક્ષા ચાલકે વધુ પેસેન્જરો બેસાડ્યા હોવાથી સોશ્યલ ડિસ્ટન્સના ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. મોરબીના મહેન્દ્રપરા, પંચાસર રોડ ઉપર રાત્રી કરફ્યુ દરમિયાન આટાફેરા કરતા 3 ઈસમો, પંચાસર રોડ ઉપર રાત્રી કરફ્યુમાં નીકળેલા રીક્ષા ચાલક,પંચાસર રોડ ઉપર દુકાન ખુલી રાખનાર વેપારી, કાલિકા પ્લોટમાં મહેશ્વરી કિરાણા સ્ટોર્સ અને લીલાપર રોડ ઉપર રાત્રી કરફ્યુમાં ફ્રૂટની લારી ખુલી રાખનાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

- text