મોરબી-વાંકાનેરમાં વરલી મટકાના જુગાર પર પોલીસનો સપાટો, ચાર ઝડપાયા

- text


મોરબી, વાંકાનેર : મોરબી અને વાંકાનેરમાં ગઈકાલે પોલીસે વરલી મટકાના જુગાર ઉપર તવાઈ ઉતારી હતી. જેમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે ગઈકાલે વાંકાનેર શાહબાવાની દરગાહ રામચોક પાસે વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતા આરોપી હશનભાઈ હનીફભાઈ કુરેશી (ઉ.વ.૨૨, ધંધો-મજુરી, રહે.વાંકાનેર, કુંભારપરા મેઈનરોડ ઉપર, વાંકાનેર) ને કુલ રૂ. ૧૦,૧૦૦ ના મુદમાલ સાથે ઝડપી લીધો હતો.

તેમજ મોરબી એલ.સી.બી.સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબી-૨ માં આવેલ વર્ધમાન સોસાયટી, જનકલ્યાણ મંદિર પાસે જાહેરમાં વરલી ફીચરના આંકડાઓ લખી લખાવી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી રજત કિશોરભાઇ ત્રિવેદી (ઉ.વ-૫૨, રહે.મોરબી, વર્ધમાનનગર જનકલ્યાણ મંદિરની સામે) ને રોકડ રકમ રૂ.૨૪૩૦ તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૬૦૦૦ મળી કુલ રૂ. ૮,૪૩૦ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. તેમજ બીજો આરોપી ધર્મેશ અશોકભાઇ પંડયા (રહે.અલીયાબાડા નવાપરા, તા.જી.જામનગર) કપાત કરવાતો હોવાનું ખુલતા તેને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

તથા વાંકાનેર સીટી પોલીસે વાંકાનેરની અમરસિંહજી હાઇસ્કુલના ગ્રાઉન્ડ પાસે જાહેરમા વલ્લી ફીચરના આંકડા લખી નસીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમતા જાવીદભાઇ મહમદભાઇ કુરેશી (ઉ.વ-૨૮, ધંધો-મજુરી, રહે.વાંકાનેર, સીપાઇ શેરી)ને વર્લી ફીચરનુ સાહીત્ય તથા રોકડ રૂ. ૭૦૦ સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત વાંકાનેર સીટી પોલીસેવાંકાનેર સરકારી હોસ્પીટલ પાસે વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતા રાજેશભાઈ રમેશભાઈ વોરા (ઉ.વ.૨૫, ધંધો-ડ્રાઈવીંગ, રહે.વાંકાનેર, આંબેડકરનગર રોયલપાર્ક)ને રોકડા રૂ. ૩૮૦ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text