મોરબીના આરોગ્ય અધિકારી કોરોના પોઝિટિવ : ઇન્ચાર્જ ડીડીઓ જાડેજા પણ સંક્રમિત

- text


 

મોરબી : મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં કોરોના ઘર કરી ગયો હોય તેમ પહેલા ડીડીઓ, બાદમાં ડેપ્યુટી ડીડીઓ અને અન્ય ઉચ્ચ અધિકારી બાદ આજે ખુદ જિલ્લા આરોગ્ય અધિકારી કતીરા અને ઇન્ચાર્જ ડીડીઓ જાડેજા કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.

- text

મોરબી જીલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી બુધદેવ બાદ બે ડેપ્યુટી ડીડીઓ, શિક્ષણાધિકારી, હિસાબી અધિકારી, એપડમિક ઓફિસર વારેવાળીયા બાદ આજે મોરબીના આરોગ્ય અધિકારી ડો જે.એમ. કતીરા અને ઇન્ચાર્જ ડીડીઓ ડી. ડી. જાડેજા પણ કોરોના સંક્રમિત બન્યા છે જેને કારણે હાલ આરોગ્ય તંત્ર નોંધારું બન્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.

- text