વાંકાનેરની કન્યા વિદ્યાલયે જિલ્લાની શ્રેષ્ટ શાળાનો એવોર્ડ મેળવ્યો

- text


વિદ્યાભારતી વાંકાનેર ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલય જિલ્લામાં દરેક મોરચે અવ્વલ

વાંકાનેર: વિધાર્થીનીઓના સર્વાંગી વિકાસ તેમજ કન્યા કેળવણી, સ્ત્રી સશક્તિકરણ અને રાષ્ટ્રીય ભાવના માટે પ્રવૃતિશીલ અને પ્રયત્નશીલ એવી વિધાભારતી વાંકાનેર ટ્સ્ટ્ર સંચાલિત શ્રીમતી એલ.કે.સંઘવી કન્યા વિધાલયને વર્ષ 2020-2021 માટે જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો પ્રથમ નંબર મળ્યો છે.

ઉપરોક્ત એવોર્ડ દર વર્ષે શિક્ષણ વિભાગ દ્રારા એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ માટે જે તે શાળાનું ભૌતિક પરિસર, સામાજિક અને સેવાકીય પ્રવૃતિ, પયાર્વરણલક્ષી કાર્ય તેમજ શાળાનું છેલ્લા 3 વર્ષનું પરિણામ જો 75% ઉપર હોય તો જ ભાગ લઈ શકાય છે. આ સંસ્થાના છેલ્લા 20 વર્ષના પરિણામ 80% ઉપર આવેલ છે તેમજ 3 વર્ષ સુધી તો શાળાએ 100% પરિણામ મેળવેલ છે. આ સંસ્થા કન્યાઓનાં સર્વાંગી વિકાસ માટે સતત જાગૃત છે.

શાળાના આચાર્ય દર્શનાબેન જે. જાની તેમજ સમ્રગ શાળાના તમામ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો હદયપૂર્વક અને નીતિમતાથી શાળા માટે તેમજ વિધાર્થિનીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. માટે શાળાને અત્યાર સુધીમાં 3 વખત જિલ્લાની શ્રેષ્ઠ એવોર્ડ અને રાજ્યમાં એક વખત શ્રેષ્ઠ શાળા એવોર્ડ મળ્યો છે. જેનો શ્રેય સંસ્થાના પ્રમુખ લલિતભાઈ મહેતાના પ્રેરણાબળ તેમજ ટ્રસ્ટ્રીઓના સમ્રગલક્ષી અને સતત માર્ગદર્શનને જાય છે.

- text

સ્થાપના વર્ષથી જ આ સંસ્થાએ ઉત્તરોત્તર પ્રગતિ કરી છે. આ એવોર્ડ માટે જિલ્લા શિક્ષણાધિકારી મોરબી દ્રારા શાળાનું 2 વખત મૂલ્યાંકન કરી 5 નિણાર્યકની કમિટી દ્રારા શાળાની મોરબી જિલ્લાની પ્રથમ નંબરની શ્રેષ્ઠ શાળા માટે પસંદગી થઈ છે. ત્યારે આ તકે મોરબી જિલ્લા શિક્ષાધિકારી કચેરી , બી.એન.સોલંકી, ભાલોડીયાભાઈ, તેમજ નિણાર્યકની સમ્રગ ટિમનો શાળાના આચાર્ય દર્શનાબેન જાની તેમજ ટ્સ્ટ્ર પરિવારે હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ભવિષ્યમાં પણ શાળા કન્યા કેળવણી ક્ષેત્રે હમેશા અગ્રેસર રહેશે અને સમાજ અને રાષ્ટ્રની પ્રવૃતિમાં શાળા પોતાનું મહતમ યોગદાન સતત આપતી રહેશે એવુ શાળાના આચાર્ય દર્શનાબેન જાની તથા પ્રમુખ લલીતભાઈ મહેતાએ જણાવ્યું હતું. આ તકે વિધાભારતી ટ્રસ્ટ્રના ટ્રસ્ટ્રી વિનુભાઇ શાહ , અમરસિંહભાઈ મઢવી , ઇશ્વરભાઇ પંડ્યા, વિનુભાઇ રૂપારેલિયા, દિનેશભાઇ રાવલે શાળાના સાથી સહાયકથી લઈને પ્રધાનચાર્ય સુધીના તમામની મહેનતને બિરદાવી હતી અને શાળાના વિદ્યાર્થી તથા વાલીઓ સહિત દરેકને હદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.

- text