ઘણી ઘોરી વગરનું શનાળા ગામ કોરોના કાળમાં રામભરોસે મુકાયું !

- text


શનાળામાં કોરોના ટેસ્ટિંગ અને સર્વ કરવાની સાથે ધન્વંતરીરથ ફેરવવા કલેકટરને રજુઆત

મોરબી : મોરબી શહેરની ભાગોળે આવેલ શકત શનાળા ગામ ઘણા સમયથી ઘણી ઘોરી વગરનું હોય હાલ કોરોનાના આંતકને કારણે આ ગામ રામભરોસે જેવી.કપરી.પરિસ્થિતિ મુકાઈ ગયું છે. આ સંજોગોમાં શનાળા ગામમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે સઘન સર્વે અને કોરોના ટેસ્ટ કરવાની માંગ સાથે તાત્કાલિક ધન્વંતરી રથ ફાળવવા ગામના જાગૃત નાગરિક હસમુખભાઈ રબારી દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

મોરબીના શનાળા ગામને જે તે સમયે મોરબી નગર પાલિકાને મહાપાલિકા બનાવવા માટે મોરબી પાલિકામાં ભેળવી દેવામાં આવ્યું હતું.આથી ગ્રામ પંચાયત વિખરાઈ ગઈ હતી.ત્યારબાદ શનાળા ગામને મોરબી પાલિકામાંથી બાકાત કરી દેવામાં આવ્યું હતું આથી હવે શનાળા ગામ નથી પાલિકામાં કે નથી ગ્રામ પંચાયતમાં રહ્યું.આથી આ ગામમાં સરપંચ કે ગ્રામ પંચાયત ન હોવાથી કોઈપણ જાતની સુવિધા વગર ઘણા સમયથી ઘણી ઘોરી વગરનું છે ત્યારે આવી કપરી પરિસ્થિતિ વચ્ચે આ ગામમાં કોરોના સંક્રમણને લઈને ગામલોકો ભગવાન ભરોસે થઈ ગયા છે.

- text

વધુમાં રજુઆતમાં જણાવાયું છે કે, વધુ વસ્તી અને ગીચતા ધરાવતા શનાળા ગામમાં હાલ કોરોનાના કહેરને પગલે લોકો ભગવાન ભરોસે જીવી રહ્યા હોય તેવી હાલત છે.કારણ કે આ ગામમાં સામાન્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની.પણ સુવિધા ન હોવાથી લોકોને કોરોના ટેસ્ટ માટે બીજા ગામ કે મોરબી સીટી સુધી લંબાવું પડે છે.આથી શનાળા ગામે કોરોના ટેંસ્ટિંગ કીટ અને જરૂરી દવાઓ માટે ધનવતરી રથનું તાત્કાલિક આયોજન કરવાની માંગ ઉઠાવી છે.

- text