માળીયા મિયાણા પંથકમાં કોરોના રઘવાયો : ખાખરેચીમાં ઢગલો કેસ

- text


જશાપર, મોટીબરાર, તરધરી, સુલતાનપુર, સરવડ અને નાનાભેલા જેવા ગામોમાં એક્ટિવ કેસોના ઢગલા

માળીયા : માળીયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખાખરેચી સહિતના ગામોમાં કોરોના રઘવાયો બન્યો હોય તેવી સ્થિતિ વચ્ચે કોરોના ટેસ્ટ માટે લોકો જાગૃત બની આગળ આવી રહ્યા છે કોરોના ટેસ્ટિંગ કીટના અભાવે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે.ત્યારે જિલ્લા પંચાયતના સદસ્ય પણ સંક્રમિત બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

માળિયા મીયાણા તાલુકામાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે અને નાના એવા ખાખરેચી ગામમાં ઢગલાબંધ કેસ સામે આવી રહ્યા છે ત્યારે જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારેજીયા પણ કોરોના સંક્રમિત બન્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે જો કે હાલમાં તાલુકામાં પૂરતા પ્રમાણમાં કોરોના ટેસ્ટ કીટ ન હોવાથી લોકો હાલાકીનો ભોગ બની રહ્યા છે.

- text

બીજી તરફ માળીયા મિયાણા તાલુકાના જશાપર, મોટીબરાર, તરધરી, સુલતાનપુર, સરવડ અને નાનાભેલા જેવા ગામોમાં પણ એકટીવ કેસોની બુમરાણ વચ્ચે લોકો સામે ચાલીને કોરોના રિપોર્ટ કરાવવા આગળ આવી રહ્યા છે પરંતુ આરોગ્ય વિભાગ પાસે પૂરતા પ્રમાણમાં કોરોના ટેસ્ટ કીટ ન હોય સત્વરે માળીયા મિયાણા તાલુક માટે આરોગ્ય વિભાગ પૂરતા પ્રમાણ ટેસ્ટ કીટ ફાળવે તેવી માંગ ઉઠી છે.

- text