મોરબી : રાજા મીનરલ કારખાનામાં મોબાઈલ ચોરી કરનાર ચાર ઝડપાયા

- text


અગાઉ 61 મોબાઈલ સાથે પકડાયેલા આરોપીઓએ રાજા મિનરલમાં પણ મોબાઈલની ચોરી કર્યાનું ખુલતા આરોપીઓની વિધિવત ધરપકડ કરાઈ

મોરબી : મોરબી આસપાસ કારખાનામાં કામ કરતા મજૂરોની નજર ચૂકવી કે ધાક ધમકી આપીને મોબાઈલની ચોરી કરનાર ગેંગને થોડા સમય અગાઉ જ એલસીબીએ ઝડપી લીધી હતી. ત્યારે આ ગેંગે રાજા મીનરલ કારખાનામાં મજૂરોના મોબાઈલની ચોરી કર્યાનું ખુલતા આ બનાવમાં ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવલખી ફાટકથી આગળ આર.ટી.ઓ કચેરીની સામે રાજા મીનરલ વોટર સ્પલાય કારખાનાના મજુર ક્વાટર્સમા રવિભાઇ રમેશચંદ્રભાઇ રાવલ (ઉવ.૨૪) એ ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓ સુલતાનભાઈ સલેમાન ઉર્ફે સરમણભાઈ સુમરા, સતિષભાઈ ઉર્ફે વલીયો રમેશભાઈ ડેડવાણીયા, નુરમામદ શાઉદીનભાઈ જેડા અને અબ્દુલભાઈ હાજીભાઈ જેડાએ ગત તા. ૨૩ ફ્રેબ્રુઆરીના રોજ રાત્રી દરમિયાનરાજા મીનરલ વોટર કારખાનાની ઓરડીમાથી ફરીયાદીના ભાઇ ધર્મેન્દ્રભાઇનો ઓપો કંપનીનો મોબાઇલ તથા આઇ.એમ.ઇ.આઇ. કિ.રૂ. ૧૦,૦૦૦ વાળો ચોરી કરી ગયા હતા. આ બનાવને ફરિયાદ નોંધાતા પોલીસે આ આરોપીઓની વિધિવત ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text