નોકરી ઇચ્છુક લોકો માટે ખુશખબર…મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં 100 જેટલા ડિલિવરી બોયની થશે ભરતી

- text


 

રૂ. 9000 પગાર + પેટ્રોલ ખર્ચ + ઇનસેટીવ + મેડિકલ બેનિફિટ : પાર્સલ ઉપર કામ કરવા ઇચ્છુક પણ એપ્લાય કરી શકશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : નોકરી ઇચ્છુક લોકો માટે મોટી ખુશખબર છે. જેમાં એક કંપનીને મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં 100 જેટલા ડિલિવરીબોયની જરૂર હોય તેઓની ભરતી શરૂ કરવામાં આવી છે. આ ભરતી માટે નોકરી ઇચ્છુક ઉમેદવારોએ પ્રથમ ટેલિફોનિક સંપર્ક કરવાનો રહેશે. ત્યારબાદ તેમનું ઈન્ટરવ્યુ લેવામાં આવશે.

એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની શોપિંગ સાઇટના પાર્સલ ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ કરતી કંપનીને મોરબીમાં 50 મળી સૌરાષ્ટ્રના અન્ય શહેરો જેમકે રાજકોટ, જેતપુર અને ભચાઉમાં 100 જેટલા કર્મચારીઓની જરૂરિયાત છે. ડિલિવરી બોયને રૂ. 9000 માસિક વેતન તેમજ દર અઠવાડિયે પેટ્રોલ ખર્ચ સાથે ઇનસેટીવ અને મેડિકલ બેનિફિટ આપવામાં આવશે. નોકરી ઇચ્છુક ઉમેદવાર પાસે ટુ વહીલર હોવું જરૂરી છે. નોકરીનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે.

- text

આ ભરતી પ્રક્રિયા તદ્દન નિઃશુલ્ક છે. જેમાં ઉમેદવારે ક્યાંય પણ એક રૂપિયો ખર્ચવો પડશે નહિ. રસ ધરાવતા નોકરી ઇચ્છુક લોકોને માધુરીબેન મો.નં. 7211101318, વિપુલભાઈ મો.નં. 98251 56260 ઉપર સંપર્ક કરવા વસંતભાઈ પાટીલની યાદીમાં જણાવાયું છે.

- text