મોરબીના સીરામીક ઉદ્યોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. 309 કરોડ રાજ્ય સરકારની જાહેરાતને ‘આપ’એ આવકારી

- text


મોરબી : ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ દ્વારા મોરબીના સિરામીક ઉદ્યોગ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પીપળી-જેતપર રોડ અને મહેન્દ્રનગરથી હળવદ રોડને 4 ટ્રેક 70 કિલોમીટર માટે 309 કરોડ રૂ.ની રકમ જાહેર કરીને મોરબીના સિરામીક ક્લસ્ટર એક વિશ્વ કક્ષાનું બને તે માટે બજેટમાં જાહેરાત કરેલ હતી. જેને આમ આદમી પાર્ટી મોરબી આવકારેલ છે. તેમજ ગુજરાત સરકારને એક વિનંતી પણ કરેલ છે કે મોરબી શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાઓ નિવારવા રિંગ રોડની તાકીદે જરૂર છે, તો તે તરફ પણ ધ્યાન દોરવા આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ એ. કે. પટેલ દ્વારા યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

- text