મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગસંવાદ યોજાયો

- text


મોરબી : સમગ્ર વિશ્વમાં જ્યારે યોગનો પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે અને યોગ અંગે લોક જાગૃતિ વધી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરી યોગને ઘર-ઘર સુધી પહોંચાડવાની ઝુંબેશ ચાલી રહી છે. જેમાં ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા પસંદ કરેલા યોગ કોચ દ્વારા યોગ ટ્રેનરને નિ:શુલ્ક તાલીમ આપવામાં આવી રહી છે. જેનાથી ગુજરાતના દરેક ગામે ઘરે-ઘરે યોગ પહોંચે. દરેક વ્યક્તિ શારિરીક, માનસિક તેમજ આધ્યાત્મિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે.

યોગ બોર્ડ દ્વારા 30 દિવસની નિ:શુલ્ક તાલીમ અપાશે. દરરોજ 2 કલાકનો સમય તથા 7 દિવસની ઓનલાઇન તાલીમ રહેશે. અને યોગ કેન્દ્ર શરુ થયા બાદ પ્રમાણપત્ર મળશે તથા માનદ સેવા વેતન પણ મળવા પાત્ર છે. યોગ ક્ષેત્રે કાર્યરત વ્યક્તિઓ યોગ કેન્દ્ર શરૂ કરવાની સોનેરી તક મેળવી શકે છે.

તાજેતરમાં મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીની અધ્યક્ષતામાં યોગસંવાદ યોગ રિફ્રેશર તાલીમ સત્ર તા. 2/3/2021ના રોજ યોજાયો હતો. યોગ સેવક શીશપાલજીનું વ્યક્તિત્વ ઉર્જાવાન છે. યોગને ઘરે-ઘરે પહોંચાડવા, પ્રત્યેક નાગરિક યોગ કરતો થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.

મોરબી જિલ્લા કોચ સમિતિ દ્વારા યોગ કોચ વલજીભાઈ, રૂપલબેન તથા યોગ ટ્રેઇનર દ્વારા ટાઉન હોલમાં ભવ્ય યોગસંવાદ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં યોગ ચાહકો, યોગ ટ્રેનનર્સ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન દર્શનાબેન જોશી તથા ભાવેશભાઈએ કર્યું હતું. યોગ બોર્ડના કાર્યક્રમને સફળ બનાવવા વલજીભાઈએ ખુબ જહેમત ઉઠાવી હતી.

- text

- text