‘ડ્રાય’ ગુજરાતમાં બે દિવસ ‘ડ્રાય ડે’ જાહેર!

- text


મતદાન પુરું થતાના ૪૮ કલાક પૂર્વે અને મતગણતરીના દિવસને “ડ્રાય ડે” જાહેર કરાયા

Bhuj: લોકસભા સામાન્ય ચૂંટણી-2024 દરમિયાન મતદાન મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં યોજાઈ તે હેતુથી દારૂ અને નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવેલો છે. મુંબઇ નશાબંધી અધિનિયમ-1949 ની કલમ-142 અન્વયે 7મે રોજ મતદાન પુરું થવાના સમયગાળા પહેલા 48 કલાકના સમયગાળામાં એટલે કે 5 મે ના સાંજના 5 વાગ્યાથી તારીખ 7 મેના સાંજના 6 વાગ્યા સુધી ડ્રાય ડે જાહેર કરવામાં આવેલો છે.

- text

મતગણતરીનો દિવસ એટલે કે 4 જુન (આખો દિવસ) સહિત ઉપર જણાવેલ તારીખોએ કચ્છ જિલ્લાની દારૂના વેચાણ માટેની (એફ.એલ.-૧ અને એફ.એલ.-૨) દુકાનો તથા નશાકારક વેચાણના પરવાના હેઠળની તમામ દુકાનો બંધ રાખવા કચ્છ-ભુજ જિલ્લા મેજીસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા હુકમ કરવામાં આવેલો છે.

- text