Morbi: મતદાનમાં મોરબી અવ્વલ રહે તે માટે કલેકટરની વેપારી એસોસિએશનો સાથે મિટિંગ

- text


Morbi: લોકસભાની ચૂંટણી-2024 અંતર્ગત મોરબી જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશન સાથે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિવિધ એસોસિએશનના પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, સભ્યો તેમજ તેમની સાથે જોડાયેલા તમામ વેપારીઓ આવશ્ય મતદાન કરે તેમજ તેમના કર્મચારીઓ અને પરિવારજનોને પણ અવશ્ય મતદાન કરવા પ્રેરિત કરે તેવા હેતુ માટે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેકટરે તમામને જરૂરથી મતદાન કરવા જણાવ્યું હતું. દેશના વિકાસ અને લોકશાહી માટે મતદાન ખૂબ જરૂરી છે જેથી દરેક વ્યક્તિએ પોતાની નૈતિક ફરજ સમજી મતદાન કરવું જોઈએ.
વધુમાં જણાવ્યું હતું કે, આપણો મોરબી જિલ્લો મતદાનમાં અવ્વલ આવે તે માટે આપણે સૌએ સાથે મળી પ્રયાસ કરવાના છે જેથી તમામ વેપારી એસોસિએશન તેમના સભ્યો કર્મચારીઓ અને પરિવારજનો સૌ મતદાન કરે તે માટે પણ હું સૌને અપીલ કરું છું.

- text

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળાએ જણાવ્યું હતું કે, મતદાનનું મહત્વ જોતા હું આપ સૌને અવશ્ય મતદાન કરવા લાગણીસભર વિનંતી કરું છું અને બેઠકનું સંચાલન કરતા જ્યાં સુધી તમારું અને તમારી સાથે જોડાયેલા કર્મચારીઓનું મતદાન ન થાય ત્યાં સુધી દુકાન બંધ રાખવા પણ વિનંતી કરું છું.

- text