ગુજરાતમાં 1951ની પહેલી લોકસભાની ચૂંટણીનો રસપ્રદ ઇતિહાસ 

- text


સૌથી વધુ મતદાન કૈરા દક્ષિણ (Kaira South)માં ૬૩.૩૩ ટકા તથા સૌથી ઓછુ મતદાન બનાસકાંઠામાં ૩૭.૭૨ ટકા નોંધાયુ હતુ.

Gandhinagar: આઝાદી બાદના સ્વતંત્ર ભારત વર્ષમાં 1951ના વર્ષમાં યોજાયેલી લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં તે સમયે બોમ્બે રાજ્યમાં આવેલા કુલ 37 મતદાર વિભાગ પૈકી હાલના ગુજરાત રાજ્યના વિસ્તારને ધ્યાને લેતા તે સમયે આ વિસ્તારમાં સમાવિષ્ટ મતદાર વિભાગ નંબર 1 થી 11 બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી, આ અન્વયે મતદાન તા. 27-3-1952 ના રોજ થયું હતું.

બોમ્બે રાજ્યમાં સમાવિષ્ટ આ બેઠકો પૈકી મતદાર વિભાગ નંબર 1-બનાસકાંઠા, 2-સાબરકાંઠા, 3-પંચમહાલ કમ બરોડા, 4-મહેસાણા પૂર્વ, 5-મહેસાણા પશ્ચિમ, 6-અમદાવાદ, 7-કૈરા ઉત્તર (Kaira North), 8-કૈરા દક્ષિણ (Kaira South), 9-બરોડા પશ્ચિમ, 10-બ્રોચ (હાલનું ભરૂચ) અને 11-સુરતની બેઠકનો સમાવેશ થયો હતો.

ગુજરાતના ઉદ્દભવ પહેલા બોમ્બે રાજ્ય હેઠળ આવેલા અમદાવાદની વાત કરીએ તો, આ મતદાર વિભાગની બેઠકના મતદાન નંબર અને નામ તે સમયે 6- અમદાવાદ હતુ.

- text

તે સમયમાં બોમ્બે રાજ્યની 6- અમદાવાદ મતદાર વિભાગની સીટ ઉપર આ પ્રથમ ચૂંટણીમાં 49.91 ટકા મતદાન થયુ હતું. સૌથી વધુ મતદાન કૈરા દક્ષિણ (Kaira South)માં 63.33 ટકા તથા સૌથી ઓછુ મતદાન બનાસકાંઠામાં 37.72 ટકા નોંધાયુ હતુ.

- text