Morbi : દાખલારૂપ કામ; મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મફત બ્યૂટી પાર્લર- મહેંદી તાલીમ વર્ગની શરૂઆત

- text


Morbi: મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓ માટે મહેંદી તાલીમ વર્ગની શરૂઆત કરવામાં આવી છે.

મહત્વનું છે કે, ગત તારીખ 21 એપ્રિલે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં એકત્રિત થયેલા ફંડ જરૂરિયાતમંદ દીકરીઓ અને મહિલાઓને બ્યૂટી પાર્લર અને મહેંદીના કોર્ષ કરાવવા માટેનો હતો.

- text

આ સ્પર્ધાના આયોજનથી ફંડ એકઠું કરવામાં આવ્યું હતું અને ઘટતું ફંડ મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યો દ્વારા આપવામાં આવ્યું હતું. ગઈકાલે તારીખ 1 મેના રોજથી આ નિઃશુલ્ક કોર્ષની શરૂઆત કરવામાં આવી છે. આ કોર્ષમાં ચાવડા રાજલબેન, ચાવડા મીનાબેન, જાગૃતિબેન હડીયલ, અલ્કાબેન વિલપરા, સારંગાબેન ભટ્ટ, સ્મિતાબા જાડેજા, નેહાબેન ભરવાડ, ક્રિષ્નાબેન ભરવાડ, છનિયારા મીનલબેન અને ભગવતીબેન એમ 10 દીકરીઓ/મહિલાઓને સામેલ કરી તાલીમ આપવામાં આવી રહી છે.

- text