મોરબીમાં વિવિધ વિભાગોના કર્મચારીઓને આપત્તી વ્યવસ્થાપન અંગે માહિતગાર કરાયા

- text


આપત્તી પહેલા, આપત્તીના સમય દરમિયાન તેમજ આપત્તી આવ્યા બાદની કામગીરીમાં વિવિધ વિભાગોની કામગીરી અંગે છણાવટ કરવામાં આવી
ઇમર્ન્જન્સી સર્વિસ, કંટ્રોલ રૂમની કામગીરી, ફાયર સેફ્ટી સાધનોના ઉપયોગ સહિત વિવિધ કાર્યશાળાનો સમાવેશ

મોરબી : મોરબીમાં ડિઝાસ્ટર રીસ્ક રિડ્કશન વિષય અંતર્ગત ટ્રેઇનીંગ પ્રોગ્રામ યોજાયો હતો. જે જિલ્લા વહિવટી તંત્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ જીએસડીએમએ અને બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશેષ ટ્રેઇનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તા. ૩/૩/૨૦૨૧ થી તા. ૬/૩/૨૦૨૧ દરમિયાન યોજાઇ રહેલ આ ટ્રેઇનીંગ પ્રોગ્રામ અંતર્ગત આપત્તી વ્યવસ્થાપન અંગે આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પંચાયત અને નગરપાલિકાના કર્મચારીઓને ટ્રેઇનીંગ આપવામાં આવી રહી છે.

જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર અમરીન ખાનના નિદર્શન હેઠળ ચાલી રહેલ આ ટ્રેઇનીંગ પ્રોગ્રામમાં આરોગ્ય વિભાગના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, શિક્ષણ વિભાગના સ્ટાફ, આશા વર્કર અને નગરપાલિકાના નિશ્ચિત કરેલ કર્મચારીઓને આપત્તી વ્યવસ્થાન અંગે અપાઇ રહેલ ટ્રેઇનીંગમાં ઇમર્ન્જન્સી સર્વિસ, કંટ્રોલ રૂમની કામગીરી, ફાયર સેફ્ટી સાધનોના ઉપયોગ સહિત વિવિધ કાર્યશાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આપત્તી પહેલા, આપત્તીના સમય દરમિયાન તેમજ આપત્તી આવ્યા બાદની કામગીરીમાં વિવિધ વિભાગોની કામગીરી અંગે છણાવટ કરવામાં આવી રહી છે. ડિઝાસ્ટર રીસ્ક રિડ્કશન ટ્રેઇનીંગ અંતર્ગત જિલ્લા વહિવટી તંત્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ અને જીએસડીએમએ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે.

- text

- text