હળવદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 123 પૈકી 13 મતદાન મથક સંવેદનશીલ

- text


૩૦૦ સુરક્ષાકર્મીઓ ચૂંટણી બંદોબસ્તમાં : ૧૦૩,૦૨૪ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

હળવદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહી છે ત્યારે આજે પ્રચારના ભૂંગળા શાંત થયા બાદ રવિવારે યોજાનાર મતદાન માટે તંત્ર પણ સજ્જ બન્યું છે. હળવદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ૩૦૦ સુરક્ષાકર્મીઓનો બંદોબસ્ત રહેશે. સાથે ૧૨૩ મતદાન મથકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

હળવદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે ૫૪૩૭૯ પુરુષ અને ૪૮૬૪૪ મહિલા અને અન્ય ૧ મળી કુલ ૧૦૩,૦૨૪ મતદારો મતદાન કરશે.

- text

હળવદમાં કુલ૧૨૩ મતદાન મથકો ઉપર મતદારો મતદાન કરનાર છે. ત્યારે ૧૩ મતદાન મથક સંવેદનશીલ જાહેર કરાયા છે. જેમાં ટીકર-3, ટીકર-૫, રણમલપુર-૨, કવાડીયા-૧, સુખપર-૧, જુના દેવળીયા-૨, ચરાડવા-૨, સાપકડા-૧, કડીયાણા-૧, માથક-૧, માથક-૨, રાતાભેર-૧, ચુપણી-૧નો સમાવેશ થાય છે.

- text