પ્રચારના ભુંગળા શાંત: મતદારોનો’ટાઈમ’શરૂ

- text


 

હળવદ : પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં મતદાન આડે 48 કલાકનો સમય બાકી રહેતા પ્રચારના ભૂંગળા બંધ થયા છે અને હવે મતદાર રાજાનો સાચો સમય શરૂ થયો છે.જો કે મતદાર રાજાને રીઝવવા હોવી જ સાચા ખેલ રૂપે ઉમેદવાર અને મોટા ગજાના માથા ડોર ટુ ડોર પ્રચાર કરી મત અંકે કરવા ખેલ કરશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારનો અંત આવ્યો છે તેની સાથે જ મતદારો પોતાના મતાઅધિકારનો સદ્ઉપયોગ કરી શકે અને શાંતિથી વિચારી શકે તે માટે થઈને જ ચૂંટણી પંચ દ્વારા ૪૮ કલાકનો સમય આપવામાં આવ્યો છે એક રીતે કહેવા જઈએ તો પાંચ વર્ષે આવતો મતદારોનો ખરો સમય હવે શરૂ થયો છે મોરબી જિલ્લામાં માળીયા, વાંકાનેર અને મોરબી પાલિકા તેમજ જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયતો માટે ભાજપ કોંગ્રેસ ઉપરાંત આપ પણ મેદાને હોય પ્રચારમાં પણ છેલ્લા દિવસોમાં ગરમાવો આવ્યો છે અને છેલ્લી ઘડીએ આજે રેલી સહિતના આયોજન કરી મતદારોને રીઝવવા પ્રયાસ કરાયા હતા.

- text

હળવદ માં આવતી પાંચ જિલ્લા પંચાયતની અને વીસ તાલુકા પંચાયતની ચુંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો જે આજે પ્રચાર પડધમ શાંત થયો છે.

- text