મોરબી : ક્રુસો સીરામીક અને રાસંગપર રામામંડળ દ્વારા રામમંદિર નિર્માણ માટે નિધી સમર્પણ

- text


ક્રુસો સિરામીક દ્વારા રૂ. 5,55,555 અને રાસંગપર રામામંડળ દ્વારા રૂ. 2,51,000 અર્પણ કરાયા

મોરબી : રામજન્મભૂમી અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે નિધી સમર્પણ મહાઅભિયાન હવે અંતિમ પડાવમાં છે. ત્યારે આજે મોરબીના ક્રુસો સિરામિક એકમના આનંદભાઈ રમેશભાઈ વાઘડિયા દ્વારા રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના આગેવાન કાર્યકર્તાઓનો સંપર્ક કરી પોતે પણ સમર્પણ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને રૂ. 5,55,555નું સમર્પણ કર્યુ હતું. આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો જયંતિભાઈ ભાડેસીઆ, લલિતભાઈ ભાલોડિયા, મહેશભાઈ બોપલીયા તથા દિનેશભાઈ વિડજા સહિતની ટીમે તેમને અભિનંદન પાઠવ્યા હતા.

આ ઉપરાંત, મોરબી જીલ્લાના માળીયા તાલુકાના રાસંગપર ગામના પ્રખ્યાત આઈશ્રી ખોડિયાર રામામંડળ દ્વારા પોતાના દ્વારા વિવિધ સ્થાનો પર રામામંડળ ભજવી એકઠા કરેલા રુ 2,51,000 અર્પણ કરી આ પુન્યકાર્યમાં સહભાગી થવાનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાસંગપર રામામંડળના સૌ આગેવાનોને રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text