વીરપરના 100 વર્ષના જીવતીબા અને રાજપરના 94 વર્ષના ઓધવજીભાઈએ મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ નિભાવી

- text


મોરબી : જિલ્લાભરમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારથી જ મતદાન શરૂ થઈ ચૂક્યું છે. યુવાનો, વડીલો સૌ કોઈ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે, ત્યારે વીરપરના જીવતીબા અને રાજપરના ઓધવજીભાઈ એ પણ મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ બજાવી છે.

વીરપર ગામના જીવતીબા સુંદરજીભાઈએ 100 વર્ષની ઉંમરે મતદાન કરી દરેકને મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા છે. આ ઉપરાંત રાજપર ગામે પણ સવારથી લોકોની મતદાન માટે લાંબી લાઈનો લાગી છે. રાજપર ગામના 94 વર્ષના ઓધવજીભાઈ પણ મતદાન કરવા મતદાન બુથ પર પહોંચ્યા હતા અને પોતાનો મત આપ્યો હતો.

- text

- text