મોરબીમાં રોટરી ક્લબ દ્વારા સાયક્લો ફનનું આયોજન

- text


મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા મોરબીમાં સાયક્લો ફન-2021નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન આગામી તા. 7ના રોજ રવિવારે સ્વામી નારાયણ મંદિર, નવા બસ સ્ટેન્ડ પાસે, શનાળા રોડ ખાતે કરવામાં આવશે. આ આયોજન 5 કીમી, 10 કીમી અને 20 કીમી માટે છે. જેમાં ભાગ લેવા માંગતા લોકોએ તા. 3 સુધીમાં કવીન્સ કેક (વસંત પ્લોટ, શનાળા રોડ, સ્ટે વેલ જિમની બાજુમાં, મો. 93766 52362) ખાતે અથવા ગણેશ સિમેન્ટ (જીઆઇડીસી, મો. 92288 97372) ખાતે તથા અન્ય નિયત કરેલ સ્થળે કરાવી શકશે.

- text

સાયકલિંગ સ્પર્ધાના નિયમો

1. બેટરી ઓપરેટેડ સાયકલ ચાલશે નહિ.
2. 20, 10 અને 5 કિમીમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય આવનારને શિલ્ડ તથા સર્ટિફિકેટ આપવામાં આવશે.
3. ઇવેન્ટમાં ભાગ લેનાર દરેકને ટી-શર્ટ આપવામાં આવશે.
4. ઇવેન્ટમાં ભાગ લેનાર દરેકને સર્ટિફિકેટ આપવામાં આવશે.
5. કોઈપણ ઉમરના ભાઇઓ તથા બહેનો, બાળકો આ ઇવેન્ટમાં ભાગ લઇ શકશે.
6. 12 વર્ષથી નીચેની ઉમરના દરેક બાળકોને કોમ્પલીમેન્ટરી ગિફ્ટ આપવામાં આવશે.
7. સાઇક્લોફન રાઇડ દરમ્યાન કોઇપણ ઇજા પહોંચે તો આયોજક જવાબદાર રહેશે નહિં.

- text