મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટાયર ફાટતા તેલ ભરેલી યુટીલિટી પલ્ટી મારી ગઈ

- text


હડાળા અને છતર ગામ વચ્ચે સર્જાયો અકસ્માત, જાનહાની ટળી

ટંકારા : મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક હડાળા અને છતર ગામ વચ્ચે આજે તેલનો જથ્થો ભરેલી યુટીલીટીનું ટાયર ધડાકાભેર ફાટ્યું હતું. એ સાથે તેલનો જથ્થો ભરેલી યુટીલીટી રોડ ઉપર પલ્ટી ખાઈ ગઈ હતી. જોકે, સદનસીબે આ અકસ્માતમાં જાનહાની ન થયાના અહેવાલ મળ્યા છે.

- text

આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજેમોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક હડાળા અને છતર ગામ વચ્ચે તેલનો જથ્થો ભરેલી એક યુટીલિટી પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક જ યુટીલિટીનું ટાયર ધડાકાભેર ફાટ્યું હતું. જેને પગલે યુટીલીટી રોડ ઉપર ઊંઘી વળી ગઇ હતી. આથી, યુટીલિટીમાં ભરેલો તેલનો જથ્થો રોડ ઉપર વેરવિખેર થઈ ગયો હતો. જેમાં તેલના નાના કેરબા તેમજ ડબ્બા રોડ ઉપર વેરવિખેર થઈ ગયા હતા. સદભાગ્યે આ બનાવમાં જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.

- text