ટંકારા : ઘુનડામાં 600થી વધુ ઘેટાઓને રસી આપી સુરક્ષિત કરાયા

- text


15 દિવસમાં શિપ પોક્સથી અનેક ઘેટાંના મોત બાદ તંત્ર સક્રિય

ટંકારા : ટંકારાના ઘુનડા પંથકમાં છેલ્લા દિવસોમાં ઘેટામાં શિપ પોક્સ નામનો રોગચાળો ફાટી નીકળતા ટપોટપ 200 જેટલા ઘેટાંના મોત નિપજતા આજે મોરબી અને રાજકોટની ટિમ દ્વારા રસીકરણ કામગીરી કરી આ રોગચાળો વધુ ન ફેલાય તે માટે પગલાં લીધા હતા.

ટંકારા તાલુકાના ઘુનડા ગામ નજીક છેલ્લા 15 દિવસમાં શિપ પોક્સ નામના રોગચાળાને કારણે અનેક ઘેટાઓના મોત થઇ જતા પશુપાલન ટીમ દોડતી થઇ છે. અને આજે રાજકોટની ટીમ દ્વારા ઘુનડા ગામે પહોચી બીમાર ઘેટાઓ અને સ્વસ્થ ઘેટાઓને અલગ તારવ્યા હતા.

વધુમાં પશુપાલન વિભાગની ટિમ દ્વારા સ્વસ્થ્ય 600થી વધુ ઘેટાઓને રસી આપી હતી તો બીમાર ઘેટાઓની સારવાર કરવામાં આવી હતી. તેમજ આ ઘેટાઓને બહાર ચરવા ન મોકલવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ઘુનડા આસપાસના માલધારીઓને ગામની આસપાસ વાડીઓ ખોરાક માટે ન મોકલવા સૂચના આપી હતી. જો તેમના ઘેટાઓમાં કોઈ રોગચાળાના લક્ષણ જણાય તો તાત્કાલિક પશુપાલન વિભાગ નો સંપર્ક કરવા મોરબી તાલુકાના વેટરનરી તબીબ ડો.એ.એન કાલરીયાએ જણાવ્યું હતું.

- text

- text