વાંકાનેર નજીક સીરામીક ફેકટરીમાંથી યુવાન લાપતા

- text


વાંકાનેર : વાંકાનેર નજીક સીરામીક ફેકટરીમાંથી યુવાન લાપતા બન્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના ઢુવા-માટેલ રોડ ઉપર આવેલ સ્ટોન સીરામીક લેબર કોલોનીમાં રહીને મજૂરી કામ કરતો વિકાસ રસીકભાઇ જીંજુવાડીયા (ઉ.વ.૨૦) નામનો યુવાન ગત તા.૧૮ ના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં કોઈને કહ્યાં વગર તેનો કાળા કલરનો કપડાનો થેલો લઇ કયાંક નીકળી ગયો હતો. અચાનક કોઈને કહ્યા વગર ગુમ થયેલા યુવાનનો આજદિન સુધી પત્તો ન લાગતા અંતે રસીકભાઇ ચતુરભાઇ જીંજુવાડીયાએ વકાનેર તાલુકા પોલીસ મથકે ગુમસુદા નોંધાવતા પોલીસે યુવાનની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.

- text