માળિયાના ત્રણ ગામના લોકો પીવે છે દરિયાનું મીઠું પાણી!

- text


ઇઝરાયેલની ટેક્નિક વાળા મશીનથી દૈનિક 10 હજાર લીટર ખારું પાણી મીઠું કરી ગામ લોકોને અપાતા પાણીની સમસ્યા હલ થઈ

માળીયા : દરિયાના પાણીને પીવા લાયક બનાવવાના ગુજરાત સરકારના મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મોરબી જિલ્લામાં સફળતા મળી છે અને હાલ માળિયાના ત્રણ ગામોને દરિયાના પાણીને શુદ્ધ અને મીઠું પીવાલાયક બનાવી આપવાનું શરૂ કરતા બોડકી, ન્યુ નવલખી અને વર્ષામેડી ત્રણ ગામનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે.

મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં દરિયાની ખાડી આવેલ છે. આ ખાડીમાં 12 મહિના દરિયાનું ખારૂ રહે છે. જેના કારણે હવે ધીમે ધીમે આસપાસના વિસ્તારોમાં પણ ભુગર્ભનું પાણી ખારું થઈ રહ્યું છે. જેના કારણે આસપાસના વાંઢ વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યાથી લોકો પીડાઈ છે.ઉનાળામાં તો અહીં રીતસર પાણીની પારાયણ સર્જાતી હતી.સામે પાણીનો વિશાળ જથ્થો હોવા છતા પીવાના પાણી માટે લોકો ભટકત્તા હતા.હવે આ લોકોને પાણી માટે ભટકવાથી રાહત મળી છે.કારણ કે

રાજય સરકારના ગુજરાત ઇકોલોજીકલ કમિશન દ્વારા આ વિસ્તારમાં દરિયાના ખારાપાણીને મીઠું કરતું રૂ.1.90 કરોડની કિંમતનું પોલારીસ નામનું યંત્ર મુકવામાં આવ્યું છે. જેના પર દૈનિક 400 રૂ ખર્ચ કરી આ મશીનની કેપેસિટી દૈનિક 10 હજાર લીટર પાણી મીઠું કરવાની છે જોકે હાલ.શિયાળાની સ્થિતિમાં પાણીની જરૂરિયાત ઓછી હોવાથી દરરોજ 5,000 લીટર દરિયાનું ખારું પાણી મીઠું કરવામાં આવે છે. અને વ્યકિત દીઠ 20 લીટર પાણી આપવામાં આવે છે. હાલ માળીયા તાલુકાના બોડકી, ન્યુ નવલખી અને વર્ષામેડી ગામમાં રહેતા માછીમાર પરિવાર તેમજ છેવાડાના લોકોને પીવાનું પાણી પહોચાડવા આવે છે. આ પાણીના લોકો પાસેથી કોઈ ચાર્જ પણ લેવામાં આવતો નથી.

- text

પોલારીસ મશિન ગુજરાત ઇકોલોજીકલ કમિશન દ્વારા ફાળવામાં આવ્યું છે ઇઝરાયેલ ટેકનોલોજીથી ચાલતા આ મશીનમાં એક કલાક માં 1000 લીટર પાણી મીઠું કરી શકાય છે અને મેક્સિમ 10,000 લીટરની કેપેસિટી છે.હાલ આ વિસ્તારમાં 5000 લીટર પાણી મીઠું કરી આસપાસનાં લોકોને પહોચાડવા આવે છે. ખારા પાણીમાંથી મીઠા પાણી કેટલું થશે તેનો આધાર ટીડીએસ પર રહે છે જૉ 30થી 35 હાજર ટીડીએસ ધરાવતા પાણીને મીઠું કરવાનું હોય તો કલાકમાં 1000 લીટર પાણી મીઠું થઈ શકે છે.જો 60 હજારથી વધુ ટીડીએસ હોય તો ઘટીને 300 આસપાસ થઈ જાય છે તેમ પ્રોજેક્ટ ઈજનેર ફેઝલ દલે.જણાવ્યું હતું.

- text