ડીએનએ ટેસ્ટના આધારે દુષ્કર્મ આચરનારને ઝડપી લેતી માળીયા પોલીસ

- text


 

માનસિક અસ્થિર યુવતી ઉપર દુષ્કર્મ ગુજારતા પીડીતાએ આપ્યો હતો બાળકને જન્મ : પાડોશી શખ્સે કુકર્મ આચર્યાનું ખુલ્યું

માળીયા : માળીયા મિયાણામાં માનસિક અસ્થિર યુવતી ઉપર અવાર નવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દેવામાં આવતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવાની સાથે ભોગ બનેલી યુવતી દ્વારા બાળકને જન્મ આપવામાં આવતા આ વણશોધાયેલ ગુન્હામાં માળીયા પોલીસે ડીએનએ ટેસ્ટ બાદ શકમંદ પાડોશી શખ્સને ઝડપી લીધો છે અને આરોપીએ કુકર્મ આચર્યાની કબૂલાત આપી છે.

વણશોધાયેલ કેસ ઉકેલાઈ જતા આજે જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, માળીયા મિયાણા પોલીસ મથકમાં નવેમ્બર 2020માં માનસીક રીતે અસંતુલીત હોય અને પોતાની જાતે સારસંભાળ રાખવામાં અસમર્થ યુવતી સાથે બળજબરીથી અવાર નવાર શારીરીક સંબંઘ બાંધી તેની સાથે દુષ્કર્મ આચરી પીડીતાને સાડા પાંચ છ મહીનાનો ગર્ભ રાખી દેવા અંગે ફરિયાદ નોંધાતા આ ભેદભરમ જેવો ગુન્હો ઉકેલવા પોલીસે શકમંદોની ઊંડાણ પૂર્વકની પૂછપરછ શરૂ કરી હતી જે દરમિયાન પીડીતાએ બાળકને જન્મ આપ્યો હતો.

- text

વધુમાં પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ રાજકોટ રેન્જ તથા ના.જિલ્લા પોલીસ અધિક્ષક રાધિકા ભરાઈની સૂચના અને માર્ગદર્શન હેઠળ આરોપીને શોધી કાઢવા માટે માળીયા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દીશામાં તપાસ કરી શંકાના દાયરામાં આવતા છ શકમંદોના ડી.એન.એ માટે જરૂરી સેમ્પલો લેવડાવી પૃથ્થકરણ કરાવેલ બાદ ડી.એન.એ રીપોર્ટ આવતા શકદાર અબ્દુલભાઇ હાજીભાઇ કાજેડીયા ઉ.વ.૨૧ રહે.કાજરડા તા-માળીયા(મી) જી.મોરબીના ડી.એન.એ બાળક સાથે મેચ થતા આ કામના આરોપીને લાવી સઘન પુછપરછ કરતા ગુનો આચર્યો હોવાની કબુલાત આપેલ જેથી સદરહુ ગંભીર અનડીટેકટ ગુનો શોધી કાઢી હાલે કોરોના મહામારી ચાલતી હોય જેથી સરકારી ગાઇડ લાઇન મુજબ આરોપીના મેડીકલ ચેક અપ કરાવી અટક કરવા તજવીજ કરેલ છે અને આ ગુનાની આગળની તપાસ એન.એચ ચુડાસમા, પો.સ.ઇ.માળીયા મીંયાણાનાઓ ચલાવી રહેલ છે.

- text