ટંકારાની લજાઈ બેઠક ઉપર રાજવી પરિવારના ધર્મરાજસિંહ જાડેજાની જીત નિશ્ચિત

- text


દાદાના બંગલે સર્વ જ્ઞાતિના મતદારોનો સ્વયંભૂ સાદ અમે છીએ ભાજપની સાથે : લખધીરગઢ,રાજાવડ અને લજાઇ ગામે પ્રચાર દરમિયાન પ્રચંડ જનસમર્થન

ટંકારા : ટંકારા તાલુકા પંચાયતની લજાઈ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા રાજવી પરિવારના ધર્મરાજસિંહ (આનંદરાજા) જાડેજાની જીત નિશ્ચિત મનાઈ રહી છે,આ બેઠકના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર દરમિયાન ગામે-ગામથી પ્રચંડ જનસમર્થન સાંપડી રહ્યું છે ત્યારે દાદાના બંગલે વિશાળ સંખ્યામાં સ્વયંભૂ ઉપસ્થિત સર્વજ્ઞાતિ મતદારોએ પણ ભાજપને સાથ આપવાનો શંખનાદ કરતા ચૂંટણી પહેલા જ ભાજપના વિજય વાવટાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ટંકારા તાલુકા ઉપરાંત રાજકોટ જીલ્લામા આરોગ્ય શિક્ષણ સહિત અનેક પદ ઉપર બિરાજી લોકસેવા થકી ગરીબ અને મધ્યમ વર્ગના માનવીના હૃદયમાં સ્થાન જમાવનાર મોરબી રાજવી પરિવારના ધ્રુવકુમારસિંહજી જાડેજા દાદાના નાનાભયલાના પુત્ર ધર્મરાજસિંહ (આનંદરાજા) આ વખતે સ્થાનિક સ્વરાજના ચૂંટણીજંગમાં મેદાને ઉતર્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટીમાથી ટંકારા તાલુકાની લજાઈ- 2 બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે, નિરમા યુનિવર્સિટીમાથી MBA કરેલા આનંદરાજા પુરખાની પરંપરા આગળ ધપાવવા શોષિત, ગરીબ અને અન્યાય થયેલાનો અવાજ બનવાની નેમ ધરાવે છે. સુકાની દાદા સાથે આનંદરાજાએ લોકસેવા માટે પહેલ કરતા સર્વ જ્ઞાતિના લોકોએ દાદાના બંગલે બેઠક કરી એકી સુરે ધ્રુવનગર સાથે હોવાના ગગનભેદી નારા લગાવ્યા હતા અને દાદાના કાર્યને આનંદરાજા આગળ ધપાવે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ધુવકુમારસિહ જાડેજાની ઉપસ્થિતિમાં ગઈકાલે તાલુકાના અનેક કોગ્રેસના કાર્યકરોને ભાજપમા જોડયા હતા અને રાજવી પરિવારના ધર્મરાજસિંહ (આનંદરાજા) જાડેજાની જીત માટે કાર્યકરો હાલ લજાઈ,રાજાવડ,લખધીરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર માટે જોડાયા છે અને ક્ષત્રિય પાટીદાર સમાજ ઉપરાંત સર્વત્રથી આનંદરાજા પ્રચંડ જનસમર્થન મળી રહ્યું હોય તેમની જીત નિશ્ચિત મનાઈ રહી છે.

- text

- text