વાંકાનેર : અકસ્માતમાં બેના મોતની ઘટનામાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઇ

- text


 

 

શનિવારે ટ્રક ટેઇલરે ડબલ સવાર બાઇકને હડફેટે લેતા સર્જાયો હતો ગમખ્વાર અકસ્માત

વાંકાનેર : વાંકાનેર નજીક નેશનલ હાઇવે ઉપર શનિવારે ટ્રક ટેઇલરે ડબલ સવાર બાઇકને હડફેટે લેતા બાઈક સવાર બન્ને યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.આ ગમખ્વાર અકસ્માત મૃતકના પરિવારજનોએ ટ્રક ટેઇલર ચાલક વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી વાંકાનેર પોલીસે ટ્રક ટેઇલર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઘનશ્યામભાઇ ગીરધરભાઇ ચાવડા (બોટાદરા-ઉવ.૪૫ ધંધો ફર્નીચરકામ રહે બોટાદ,એમ.ડી. સ્કુલ પાસે,ઉમીયા ઓઇલ મીલ પાસે,પાળીયાદ રોડ બોટાદ) એ આરોપી ટ્રક ટેઇલર નં. RJ-52-GA-3990નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૩૦ ના રોજ મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉઓર સીમસ્ટોન સીરામીકના કારખાનાની સામે ફરીયાદીના નાના ભાઇ ભરતભાઇ ગીરધરભાઇ ચાવડા (બોટાદરા-ઉવ.૪૦) તથા તેના મિત્ર રફીકભાઇ ઉર્ફે રાજુભાઇ રસુલભાઇ માંકડ (ઉવ.૪૨ રહે.બંન્ને બોટાદ) સાથે પોતાના GJ-33-D-7399 નંબરના બાઇકમાં પસાર થઈ રહ્યા હતા. આરોપી ટ્રક ટેઇલર નં.RJ-52-GA-3990ના ચાલકે પોતાના હવાલાવાળું ટ્રક ટેઇલર પુરઝડપે અને ગફલતરી ચલાવી આ ડબલ સવાર બાઇકને હડફેટે લેતા બાઈક સવાર બન્ને યુવાનોના મોત નિપજ્યા હતા.અકસ્માત સર્જીને આરોપી વાહન સ્થળ પર મુકી નાસી છૂટ્યો હતો. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text