મોરબી : નવલખી પોર્ટ કચેરી પાસે ગટરના ગંદા પાણીના સરોવર ભરાયા

- text


 

ગુજરાત મેરી ટાઈમ બોર્ડના અધિકારીએ તેમની કચેરી તથા કોલોનોમાં ગટરના પાણી ભરાવવાથી ભોગવવી પડતી હલાકીની વ્યથા ઠાલવી

મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલી નવલખી પોર્ટની કચેરી તેમજ કોલોનીમાં ચાલીને નીકળી પણ ન શકાય તે હદે ગટરના ગંદા પાણીના સરોવર ભરાયા છે.પોર્ટ કચેરીની બહાર તેમજ કોલોનીમાં ગટર ઉભરાવવાની સમસ્યાથી અધિકારીઓ અને કર્મચારીઓ અને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.છેલ્લા છ દિવસથી ગટર ઉભરાવવાની સમસ્યા ઘણી જ ગંભીર બનવાથી સ્થાનિકો ઉપર રોગચાળાનું જોખમ સર્જાયું છે.ત્યારે ગુજરાત મેરી ટાઈમ બોર્ડના અધિકારીએ તેમની કચેરી તથા કોલોનોમાં ગટરના પાણી ભરાવવાથી ભોગવવી પડતી હલાકીની વ્યથા ઠાલવી અને અનેક રજુઆત કરવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરતું હોવાનો બળાપો ઠાલવ્યો હતો.

- text

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલી નવલખી પાર્ટની કચેરી અને કોલોનીમાં છેલ્લા છ દિવસથી ગટર ઉભરાવવાની સમસ્યાએ એટલી હદે માજા મૂકી છે કે આખો વિસ્તાર વગર ચોમાસે પાણી-પાણી થઈ ગયો છે અને ગંદા પાણીના તલાવડા ભરાયા છે.જેથી બેસુમાર ગંદકી ફેલાય છે.આ અંગે ગુજરાત મેરી ટાઈમ બોર્ડમાં નાયબ કાર્યપાલકે જણાવ્યું હતું કે, વીસીપરાના નાકે તેમની નવલખી પોર્ટની ઓફિસ આવેલી છે.વીસીપરા અને રોહિદાસ પરા મેઈન રોડ ઉપર ગટર ચોકઅપ થવાથી વારંવાર ગટર ઉભરાઈ છે.પાછળ મોટો રહેણાંક વિસ્તાર છર.હમણાંથી ગટર ઉભરાવવાની સમસ્યાએ આડો આંક વાળી દીધો છે.આ મેઈન રોડ ઉપર ગટર ઉભરાઈને બધું જ ગંદુ પાણી નજીક આવેલી તેમની નવલખી પોર્ટની કચેરીના ગેટ ઉપર ભરાઈ છે તેમજ બાજુમાં આવેલા અધિકારી અને કર્મચારીઓના વસાહતની કોલોનીમાં પણ ભરાઈ છે.આ બાબતે પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરાઈ છે.પણ હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકો ઉપર રોગચાળાનું જોખમ વધ્યું છે.

- text