ડેઈલી માર્કેટ રિપોર્ટ : ક્રૂડ પામતેલમાં ૩૫,૭૫૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૮૮,૭૮૦ ટનના સ્તરે

- text


 

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ: એલ્યુમિનિયમ સિવાયની બિનલોહ ધાતુઓમાં વૃદ્ધિ: રબર, કપાસ, મેન્થા તેલમાં સાર્વત્રિક સુધારો: ક્રૂડ તેલ વધ્યું: પ્રથમ સત્રમાં રૂ.૧૧૫૧૦ કરોડનું ટર્નઓવર

મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૭૪૦૭૩ સોદામાં રૂ.૧૧૫૧૦.૭૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનું ૧૦ ગ્રામદીઠ રૂ.૨૪૬ વધ્યું હતું, જ્યારે ચાંદી કિલોદીઠ રૂ.૮૭ ઘટ્યું હતું.

એલ્યુમિનિયમ સિવાયની બિનલોહ ધાતુઓમાં વૃદ્ધિ હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ વધવા સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલ (સીપીઓ)માં ૩૫,૭૫૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૮૮,૭૮૦ ટનના સ્તરે પહોંચ્યો હતો. કોટનના વાયદામાં સેંકડા વધ્યા હતા. રબર, કપાસ, મેન્થા તેલમાં સાર્વત્રિક સુધારો વાયદાના ભાવમાં થયો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૦૨૧૨૭ સોદાઓમાં રૂ.૫૭૫૮.૪૭ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૯૧૩૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૯૪૪૭ અને નીચામાં રૂ.૪૯૧૩૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૪૬ વધીને રૂ.૪૯૨૯૧ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૬ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૯૬૧૬ અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૯૨૦ થયા હતા, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૨૮ વધીને બંધમાં રૂ.૪૯૩૨૬ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૬૫૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૬૫૦૦ અને નીચામાં રૂ.૬૫૫૨૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૭ ઘટીને રૂ.૬૫૮૧૯ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૬૨ ઘટીને રૂ.૬૫૮૩૫ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૫૭ ઘટીને રૂ.૬૫૮૨૯ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૫૮૪૧ સોદાઓમાં રૂ.૧૯૧૮.૪૦ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૯૦૨ ખૂલી, ઊપરમાં રૂ.૩૯૭૬ અને નીચામાં રૂ.૩૮૯૮ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૬ વધીને રૂ.૩૯૧૨ બંધ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં ૩૫૪૬ સોદાઓમાં કુલ રૂ.૪૩૭.૯૪ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન જાન્યુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૩૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૩૯૦ અને નીચામાં રૂ.૨૧૨૨૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૬૦ વધીને રૂ.૨૧૩૩૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૯૦.૩ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૫.૫ ઘટીને બંધમાં રૂ.૯૭૮.૭ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.૯૯૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૯૭ અને નીચામાં રૂ.૯૯૦.૨ રહી, અંતે રૂ.૯૯૩.૫ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૧૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૧૮.૫ અને નીચામાં રૂ.૧૨૧૩.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭.૫૦ વધીને રૂ.૧૨૧૬ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૦૧૬૭ સોદાઓમાં કુલ રૂ.૩૦૫૦.૧૭ કરોડ ની કીમતનાં ૬૧૮૧.૫૦૧ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૮૧૯૬૦ સોદાઓમાં કુલ રૂ.૨૭૦૮.૩૦ કરોડ ની કીમતનાં ૪૧૦.૦૭૯ ટન, ક્રૂડ તેલમાં ૪૬૩૬ સોદાઓમાં રૂ.૨૮૧.૨૭ કરોડનાં ૭૧૭૦૦૦ બેરલ્સ, કોટનમાં ૯૩૩ સોદાઓમાં રૂ.૮૨.૨૯ કરોડનાં ૩૮૪૭૫ ગાંસડી, સીપીઓમાં ૨૫૩૦ સોદાઓમાં રૂ.૩૫૦.૪૦ કરોડનાં ૩૫૭૫૦ ટન, મેન્થા તેલમાં ૩૦ સોદાઓમાં રૂ.૪.૧૯ કરોડનાં ૪૨.૧૨ ટન, કપાસમાં ૨૧ સોદાઓમાં રૂ.૫૫.૯૫ લાખનાં ૯૨ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૨૧૮.૪૦૬ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૩૧.૫૩૨ ટન, ક્રૂડ તેલમાં ૨૫૩૩ બેરલ્સ, કોટનમાં ૧૪૧૬૫૦ ગાંસડી, સીપીઓમાં ૮૮૭૮૦ ટન, મેન્થા તેલમાં ૧૩૩.૯૨ ટન અને કપાસમાં ૨૪૪ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૬૩ ખૂલી, ઊપરમાં રૂ.૩૮૯ અને નીચામાં રૂ.૩૧૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૪૩ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૯૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૫૫ ખૂલી, ઊપરમાં રૂ.૬૦૦ અને નીચામાં રૂ.૪૪૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૮૪.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૬૧૬ ખૂલી, ઊપરમાં રૂ.૧૭૦૨.૫ અને નીચામાં રૂ.૧૫૪૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬૩૭ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૭૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૮૧૩.૫ અને નીચામાં રૂ.૭૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૭૪.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૭૯ ખૂલી, ઊપરમાં રૂ.૯૩.૭ અને નીચામાં રૂ.૭૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૫.૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૫.૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૨ અને નીચામાં રૂ.૮.૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૮.૨ બંધ રહ્યો હતો.

- text