ચૂંટણીની તૈયારી સંદર્ભે મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાની બેઠક મળી

- text


મોરબી : ગઈકાલે તા. 10ના રોજ મોરબી ખાતે સાંસદ મોહનભાઈ કુંડારીયાના મધ્યશ્થ કાર્યાલય ખાતે મોરબી જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની બેઠક મળી હતી.

આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પ્રદેશના માર્ગદર્શક નેતા તરીકે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્ર્વરીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રીજેશભાઇ મેરજા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, બાબુભાઈ હુંબલ, ઉપપ્રમુખ હંસાબેન પારઘી, મંત્રી રશીકભાઇ વોરા, મોરબી જીલ્લા ભાજપ અ. જા. મોરચાના પ્રમુખ વીઠલભાઇ ચાવડા, મહામંત્રી દીનેશભાઇ પરમાર, અશોકભાઈ ચાવડા, ગાંધીધામના નગરસેવીકા દીવ્યાબેન નથવાણી, મોરબી જિલ્લા ભાજપ આઇટી સેલના સહ ઈન્ચાર્જ રાજનભાઇ પુરબીયા અને જીલ્લાના તમામ મંડલના હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના ચુંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

ગુજરાત પ્રદેશ ભાજપ અ. જા. મોરચાના માર્ગદર્શન મુજબ માલતીબેન મહેશ્વરીએ હોદ્દેદારોને ઝીણવટપુર્વક માર્ગદર્શન આપીને આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મોરબી જીલ્લાની અનુસુચિત જાતિની અનામત બન્ને જીલ્લા પંચાયત સાથે મોરબી જીલ્લાની તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો પર ભાજપના ભવ્ય વિજય માટે માઈક્રો પ્લાનીંગ ઘડવામાં આવ્યુ હતું. મોરબી જીલ્લા ભાજપ અ. જા. મોરચાના કાર્યકરોએ ખભેખભો મીલાવી આયોજન સાથે કામ કરવાની ખાતરી આપતા મોરચાના પ્રમુખ વીઠલભાઇ ચાવડાએ સૌનો આભાર માન્યો હતો.

- text

- text