વાંકાનેરની દોશી કોલેજમાં NCCના 7 કેડેટ્સનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો

- text


વાંકાનેર : વાંકાનેરની દોશી કોલેજમાં 2020માં NCC (નેશનલ કેડેટ્સ ક્રોપ્સ)ના કુલ સાત વિદ્યાર્થી ગવર્મેન્ટ નોકરીમાં લાગેલા હતા. જેમાં ૪ કેડેટ પોલીસ અને ૩ કેડેટ આર્મીમા લાગેલા હતા. જેમાંથી ૧ કેડેટ ધોળકિયા પ્રવીણ ભુપતભાઈ એ રાજપુતાના રાયફલ સેન્ટર દિલ્હી કેન્ટ મુકામે તા.19/12/2020 રીતે ટ્રેનિંગ પૂર્ણ કરેલ છે. અને ત્યારબાદ 15 દિવસની જંગલ ટ્રેનિંગ પણ સારી રીતે પૂર્ણ કરી હતી. અને ૧ કેડેટ ભરત વાલજીભાઈ દલસાણીયા બિનહથિયારી પોલીસમાં રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી (સોરઠ) મુકામે સારી રીતે ટ્રેનિંગ પૂર્ણ કરેલ છે. જેમનો દીક્ષાંત પરેડ સમારોહ તા. 08/01/2021 રોજ પૂર્ણ થયેલું છે. જેમાં એથ્લેટિકમા પ્રથમ નંબર મેળવ્યો હતો. મનિંદર પ્રતાપસિંહ પવાર (IPS) (નાયબ પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ) દ્વારા ભરત વાલજીભાઈ દલસાણીયાને સન્માનિત કરવામાં આવેલ હતા. અને પ્લાટુન કમાન્ડર તરીકે સારી કામગીરી પૂર્ણ કરેલી છે. જેથી, દોશી કોલેજ અને વાંકાનેરનું નામ રોશન કર્યું છે. આ બધા કેડેટેને લેફ્ટનન્ટ ડૉ. યોગેશ એ. ચાવડા સાહેબે માર્ગદર્શન અને યોગ્ય તાલીમ પૂરી પાડેલ છે. જે બદલ એન.સી.સી. કેડેટ અને લેફ્ટનન્ટ ડૉ. યોગેશ એ. ચાવડા સાહેબને શ્રી દોશી કોલેજ વાંકાનેરના પ્રિન્સીપાલ વાય. એમ. ચુડાસમા સાહેબ અને સ્ટાફ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે.

- text

- text