સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેક્સીનની ડ્રાય રન યોજાઇ

- text


માળીયા (મી.) : ગત તા. 8ને શુકવારે બીજા તબકકામાં કોરોના વેકસીન ડ્રાય રન અંતર્ગત મોરબી જીલ્લાના માળીયા તાલુકાના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સરવડ ખાતે કોરોના વેકસીન ડ્રાય રન યોજવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય વિભાગ-મોરબી તથા મેડીકલ ઓફીસર ડો. ઉમેશકુમાર પંડલના માર્ગદર્શન હેઠળ આ કોરોના વેકસીન ડ્રાય રનમાં જુદા -જુદા વિભાગો બનાવવામાં આવ્યા જેવા કે નોંઘણી વિભાગ પ્રતિક્ષા ખંડ રસીકરણ વિભાગ તથા નિરીક્ષણ વિભાગ આવા વિભાગ બનાવી 25 લાભાર્થીઓને વેકસીન આપવાની કામગીરી કરેલ હતી. આમ, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર-સરવડ ખાતે કોરોના વેકસીન ડ્રાય રનની સફળ કામગીરી કરવામાં આવી હતી. આ કોરોના વેકસીન ડ્રાય રન કામગીરીને સફળ બનાવવા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર-સરવડના તમામ સ્ટાફે કામગીરી કરેલ હતી.

- text

- text