મોરબીના બગથળામાં આવેલા કારખાનાં ક્વાર્ટરમાં જુગાર રમતા 6 ઝડપાયા

- text


એલસીબીએ સ્થળ પરથી 1.44 રોકડ રકમ સહીતનો મુદામાલ કબ્જે કર્યો

મોરબી : મોરબીના બગથળા ગામમાં આવેલ ઇવા સિન્થેટિક નામના કારખાનાંના ક્વાર્ટરમાં જુગાર ધામ ચાલતું હોવાની બાતમીના આધારે એલસીબી પી.આઈ વી.બી જાડેજા અને પીએસઆઇ એન.બી.ડાભી અને સ્ટાફનાએ દરોડો પાડી જુગાર રમતા હરજીવનભાઈ હિરજીભાઈ પટેલ રહે. ન્યુ વ્રજ વાટીકા રવાપર રોડ, પ્રાણજીવનભાઈ હિરજીભાઈ પટેલ રહે. યદુનંદન સોસાયટી 21, રવાપર રોડ, અરવિંદભાઈ છગનભાઇ પટેલ રહે. ચંદ્રેશનગર, શનાળા રોડ, મોરબી, હરજીવનભાઈ વિઠ્ઠલભાઈ પટેલ રહે. વિવેકાનંદ નગર 1, રવાપર રોડ મોરબી, ભાણજી દેવજી પટેલ રહે. સુંદરમ એપાર્ટમેન્ટ રવાપર રોડ મોરબી, જયેશભાઈ ઉર્ફે કાળુંભાઈ મનસુખભાઇ પટેલ વાળાને કારખાનાંના ક્વાર્ટરમાંથી જુગાર રમતા ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ.1.44 લાખનો મુદામાલ જપ્ત કર્યા હતો.બનાવ અંગે તાલુકા પોલીસે જુગાર ધારા અંતર્ગત ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

- text

- text