મોરબીમાં 130 કરોડની વેટ ચોરીના મૂળ સુધી પહોંચવાની પોલીસની કવાયત

- text


પોલીસે વેટ ચોરીના તમામ દસ્તાવેજી પુરાવા વેરા-વાણીજય વિભાગ પાસેથી માંગ્યા, વેટ અધિકારીને સાથે રાખીને પોલીસ તપાસ ચાલવશે

મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર આવેલ કોલસાને પેઢીએ રૂ.130 કરોડની સીએસટી અને વેટ વેરો ન ભરીને સરકારી તિજોરીને નુકશાન કર્યું હોવાનો મામલો સામે આવ્યા બાદ પોલીસે આ વેટ ચોરીના મૂળ સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે.જેમાં પોલીસે વેટ ચોરીના તમામ દસ્તાવેજી પુરાવા વેરા-વાણીજય વિભાગ પાસેથી એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે. વેટ અધિકારીને સાથે રાખીને પોલીસ તપાસ ચલાવશે.આ વેટ ચોરીમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે મુદ્દે પોલીસ સઘન તપાસ ચાલવી રહી છે.

મોરબીના વેરા-વાણીજય વિભાગના પુજાબેન ચંદુલાલ વશ્નાણીએ ગઈકાલે આરોપીઓ ઇસુ વી. એસ. નારંગ (રહે. ૪૧૧ માયહાઉસ નવદ્વીપ વાયુબ્લોક માધાપુર હૈદરાબાદ), ચંદુલાલ હરજીભાઇ પટેલ (રહે. ૨૦૨ પંચરત્ન એપાર્ટમેન્ટ તીલક રોડ હૈદરાબાદ), રૂદ્રરાજુ શ્રીનીવાસ શાહ (રહે પ્લોટ નં.૯ રોડ નં.૯ જ્યુબીલી હીલ્સ હૈદરાબાદ), યુનુશ જીઆઉલા સેરીફ (રહે અલબારકા ગોલ્ડન એન્ક્લેવ એરપોર્ટ રોડ બેંગલોર-કર્ણાટકા) સામે ફરિયાદ નોંધાવી હતી કે મોરબી નેશનલ હાઇવે ઉપર સીરામીક પ્લાઝામા શોપ નં. ૧૩માં આરોપીઓએ વેટ કાયદા હેઠળ અને કેન્દ્રીય કાયદા હેઠળ નોંધણી કરાવી ક્યોરી ઓરેમીન લીમીટેડ નામની કોલ (કોલસા)ની પેઢી શરૂ કરી હતી અને કોલનો ખરીદ-વેચાણનો વ્યવસાય કરતા હતા. આરોપીઓએ આ વ્યવસાયથી સરકારને ભરવાનો થતો સી.એસ.ટી. તથા વેટ વેરો વર્ષ ૨૦૦૯-૧૦ થી વર્ષ ૨૦૧૬-૧૭ સુધીનો કુલ રૂ.૧૩૦૩૮૭૮૯૮૪ નો સી.એસ.ટી. તથા વેટ વેરો સરકારમા ભર્યો વેરો ન હતો. આ વેરો ન ભરીને સરકાર સાથે છેતરપીંડી તથા વિશ્વાસધાત કર્યો હતો. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે ચારેય આરોપીઓ સામે ગુજરાત મુલ્ય વર્ધી વેરા અધિનયમ-૨૦૦૩ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- text

સીએસટી અને વેટ ચોરી મામલે ડીવાયએસપી રાધિકા ભારાઇ અને બી ડિવિજન પીઆઇ કોઢિયાએ જણાવ્યું હતું કે , ચારેય આરોપીઓએ મોરબીમાં પેઢી ખોલીને રૂ.130 કરોડનો ટેક્સ ન ભરીને સરકારી તિજોરીને નુકશાન પહોંચડાયું હતું. તે અંગે પોલીસ તપાસ ચાલવી રહી છે.હાલ આ ટેક્સ ચોરી મામલે જીએસટી વિભાગ પાસેથી તમામ દસ્તાવેજી પુરાવા એકત્ર કરાશે. એના આધારે આ વેટ ચોરીના કૌભાંડના મૂળ સુધી.પહોંચવાની કવાયત હાથ ધરશે.આ પેઢી ક્યાં સમયથી મોરબીમાં ચાલતી હતી ? અને એ પઢીના ક્યારે ઉઠામણા થયા? ક્યાં નામે રજીસ્ટર હતી? બેકનું ટ્રાજેક્શન સહિતના તમામ દસ્તાવેજી પુરાવા વેટ અધિકારી પાસેથી પોલીસે મંગાવ્યા છે.તેમજ વેટ અધિકારીને સાથે રાખીને તપાસ કરાશે. ચારેય આરોપીઓ ભાગીદાર હોઈ કેવી રીતે કૌભાંડ કર્યું તેમજ સીફોર્મ દ્વારા કે અન્ય રીતે વેટ ચોરી કરી તે મુદ્દે તપાસ ચલાવવામાં આવશે.

- text