મોરબી જિલ્લા ભાજપ અગ્રણીઓ પેજ સમિતિ અભિયાન અંતર્ગત વિવિધ ગામોનો પ્રવાસ કરશે

- text


મોરબી : ભારતીય જનતા પાર્ટી-ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના માર્ગદર્શન અનુસાર સમગ્ર ગુજરાતમા પેજ સમિતિ બનાવવાનુ અભિયાન ચાલી રહ્યું છે. મોરબી જીલ્લા ભાજપની સુચના મુજબ પેજ સમિતિ અભિયાન અંતર્ગત મોરબી તાલુકાની જીલ્લા પંચાયત સીટનો પ્રવાસ યોજીને પેજ સમિતિ બનાવવાના કાર્યને વધુ વેગવંતુ બનાવવાનું આયોજન કરવામા આવ્યુ છે.

જે મુજબ આવતીકાલે તા. 3ના રવિવારે 9 વાગ્યે આમરણ, 10 વાગ્યે બગથળા, 11 શક્ત શનાળા, 11:30 વાગ્યે રવાપર, 2:30 વાગ્યે ત્રાજપર, 3:30 વાગ્યે મહેન્દ્રનગર, 4:30 વાગ્યે ધુંટુ અને 5:30 વાગ્યે જેતપર સીટનો પ્રવાસ યોજાશે. આ પ્રવાસમા જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, પૂર્વ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, જીલ્લા સંગઠન પ્રભારી મેધજીભાઇ કંઝારીયા, સાસંદ મોહનભાઇ કુડાંરીયા, વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઇ વડાવીયા, નરેન્દ્રસિંહ ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા તેમજ જીલ્લા ભાજપના હોદેદારો, તાલુકા ભાજપના આગેવાનો સાથે જોડાશે. જીલ્લા પંચાયત સીટ હેઠળ આવતા ગામોના બુથ, પ્રમુખો અને ગામના મુખ્ય આગેવાનોની સુચનાના સ્થળે હાજર રહેવા મોરબી તાલુકા ભાજપની યાદીમાં અપીલ કરવામાં આવી છે.

- text

- text