MCX મંથલી માર્કેટ રિપોર્ટ : કોટનના વાયદાના ભાવમાં ગાંસડી દીઠ રૂ.૪૩૦નો મંથલી ઉછાળો: કપાસમાં રૂ.૧૦.૫૦ તૂટ્યા

- text


 

સોનાના વાયદાના ભાવમાં રૂ.૨,૨૩૩ અને ચાંદીમાં રૂ.૭,૮૮૩ની તેજી: બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ: ક્રૂડ તેલમાં સેંકડા વધ્યા: સીપીઓમાં વૃદ્ધિ

મુંબઈ : કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ડિસેમ્બર (૧થી ૩૧ ડિસેમ્બર)ના મહિના દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીનો માહોલ હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨,૨૩૩ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૭,૮૮૩ ઊછળ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં સેંકડા વધ્યા હતા, જ્યારે નેચરલ ગેસમાં ઘટાડો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.૪૩૦નો મન્થલી ધોરણે ઉછાળો હતો. આ સામે કપાસ ૨૦ કિલોદીઠ રૂ.૧૦.૫૦ તૂટ્યું હતું.

સીપીઓનો વાયદો પણ તેજ બંધ થયો હતો. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો મહિનાના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૪૮,૦૯૭ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૫૧,૦૦૯ અને નીચામાં રૂ.૪૭,૭૭૧ના સ્તરને સ્પર્શી, મહિનાના અંતે રૂ.૨,૨૩૩ (૪.૬૬ ટકા)ના ઉછાળા સાથે રૂ.૫૦,૧૫૧ના સ્તરે બંધ થયો હતો.

ગોલ્ડ-ગિનીનો જાન્યુઆરી વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૩૮,૬૮૦ ખૂલી, મહિનાના અંતે રૂ.૧,૬૧૪ (૪.૧૮ ટકા)ના ભાવવધારા સાથે રૂ.૪૦,૨૬૮ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો જાન્યુઆરી વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૪,૮૫૭ ખૂલી, મહિનાના અંતે રૂ.૧૬૯ (૩.૪૮ ટકા) ઊછળી બંધમાં રૂ.૫,૦૨૦ના ભાવ થયા હતા. સોનાનો મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૭,૯૫૫ ખૂલી, ઊપરમાં રૂ.૫૦,૭૧૬ અને નીચામાં રૂ.૪૭,૮૮૦ બોલાઈ મહિનાના અંતે રૂ.૨,૦૪૮ (૪.૨૬ ટકા)ના ઉછાળા સાથે રૂ.૫૦,૦૮૧ના સ્તરે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી માર્ચ વાયદો મહિનાના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૧,૦૧૨ ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૭૧,૬૫૦ અને નીચામાં રૂ.૬૦,૫૭૫ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના મહિનાના અંતે રૂ.૭,૮૮૩ (૧૩.૦૯ ટકા)ના ઉછાળા સાથે રૂ.૬૮,૧૦૫ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૬૦,૨૭૦ના ભાવે ખૂલી, મહિનાના અંતે રૂ.૭,૮૦૦ (૧૨.૯૪ ટકા)ની વૃદ્ધિ સાથે રૂ.૬૮,૦૭૯ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૬૦,૫૦૦ ખૂલી, મહિનાના અંતે રૂ.૭,૭૯૨ (૧૨.૯૨ ટકા)ના ભાવવધારા સાથે બંધમાં રૂ.૬૮,૦૮૬ના ભાવ થયા હતા.

બિનલોહ ધાતુઓમાં તાંબાનો જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.૫૮૬.૨૫ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઊપરમાં રૂ.૬૧૮ અને નીચામાં રૂ.૫૮૦.૪૦ બોલાઈ અંતે રૂ.૧૨.૯૫ (૨.૨૩ ટકા)ની વૃદ્ધિ સાથે રૂ.૫૯૪.૭૦ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિકલનો જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.૧,૨૧૦.૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૧,૩૩૩ અને નીચામાં રૂ.૧,૧૯૦ બોલાઈ, મહિનાના અંતે રૂ.૫.૭૦ (૦.૪૭ ટકા) વધી બંધમાં રૂ.૧,૨૧૨.૨૦ના ભાવ થયા હતા.

- text

એલ્યુમિનિયમનો જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.૧૬૭.૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૬૮.૫૦ અને નીચામાં રૂ.૧૬૦.૩૦ બોલાઈ અંતે રૂ.૫.૯૦ (૩.૫૪ ટકા)ના ભાવઘટાડા સાથે રૂ.૧૬૦.૯૫ બંધ થયો હતો, જ્યારે સીસાનો જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.૧૬૦.૮૦ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧૬૪ અને નીચામાં રૂ.૧૫૪.૩૦ના સ્તરને સ્પર્શી મહિનાના અંતે રૂ.૫.૬૦ (૩.૪૭ ટકા) ઘટી રૂ.૧૫૬ના સ્તરે બંધ થયો હતો. જસતનો જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.૨૨૧.૪૦ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઊપરમાં રૂ.૨૨૬.૪૦ અને નીચામાં રૂ.૨૧૨.૭૦ બોલાઈ, મહિનાના અંતે રૂ.૫.૫૫ (૨.૫૨ ટકા) ઘટી રૂ.૨૧૪.૪૦ના સ્તરે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો જાન્યુઆરી વાયદો મહિનાના પ્રારંભે બેરલદીઠ રૂ.૩,૩૬૬ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૬૩૯ અને નીચામાં રૂ.૩,૨૭૦ બોલાઈ, મહિનાના અંતે રૂ.૧૩૩ (૩.૯૨ ટકા)ના ઉછાળા સાથે બંધમાં રૂ.૩,૫૨૪ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો જાન્યુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૨૧૯.૩૦ ખૂલી, મહિનાના અંતે રૂ.૩૪.૧૦ (૧૫.૭૭ ટકા) ઘટી રૂ.૧૮૨.૧૦ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૧૯૪ ખૂલી, મહિનાના અંતે રૂ.૧૦.૫૦ (૦.૮૭ ટકા) ઘટી રૂ.૧,૧૯૦ના સ્તરે બંધ થયો હતો, જ્યારે રૂ (કોટન)નો જાન્યુઆરી વાયદો મહિનાના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૨૦,૨૦૦ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨૦,૯૫૦ અને નીચામાં રૂ.૧૯,૯૧૦ના મથાળે અથડાઈ, મહિનાના અંતે રૂ.૪૩૦ (૨.૧૩ ટકા)ના ઉછાળા સાથે રૂ.૨૦,૬૩૦ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ પામતેલ (સીપીઓ)નો જાન્યુઆરી વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૮૭૪.૬૦ ખૂલી, મહિનાના અંતે રૂ.૧૦૩.૮૦ (૧૧.૮૮ ટકા)ના ઉછાળા સાથે રૂ.૯૭૭.૮૦ના ભાવે બંધ થયો હતો.

- text