અયોધ્યામાં રામમંદિર નિર્માણના અનુદાન માટે હળવદમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન

- text


ભાજપ અને તેની ભગિની સંસ્થાઓ ફાળા એકત્રીકરણ માટે ૧૫ થી ૩૧ જાન્યુઆરી સુધી જનસંપર્ક કરશે: રૂપિયા ૧૦ થી ૧૦૦૦ સુધીનો ફાળો આપી શકાશે

હળવદ: અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામમંદિરમાં દેશનો દરેક ધર્મપ્રેમી નાગરિક યથાશક્તિ પોતાનું યોગદાન આપી શકે એ માટે ભારતીય જનતા પાર્ટી અને તેની ભગિની સંસ્થાઓ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આગામી 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી દેશભરમાં આ દિશામાં છેવાડાના વિસ્તારો સુધી કાર્યક્રમ ચલાવવામાં આવનાર છે ત્યારે હળવદમાં પણ રામમંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન માટે મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ થયો છે. “રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન” અંતર્ગત હળવદ શહેરના શિવલિક મોલ ખાતે મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

- text

“શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્ણાણ નિધિ સમર્પણ અભિયાન” અંતર્ગત હળવદ શહેરના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કાર્યક્રમ આજે શનિવારે યોજાયો હતો. આ કાર્યક્રમમાં લક્ષ્મીનારાયણ મંદિરના મહંત શ્રી દીપકદાસજી મહારાજ , શ્રી પ્રભુચરણદાસજી મહારાજ અને ટાવરવાળા શ્રી સ્વામિનારાયણ મંદિરના શ્રી ભક્તિનંદનજી સ્વામી હસ્તે શુભારંભ થયો હતો. કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટય કરી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી. આ તકે પધારેલ પૂજ્ય સંતોએ કાર્યકર્તાઓને આશીર્વાદ આપ્યા હતા તેમજ આ અભિયાનમાં તેઓ પણ તન-મન-ધનથી સમર્પિત રહેશે એવા આશીર્વચન આપ્યા હતા. અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્યાતિભવ્ય મંદિર બની રહ્યું છે જે દેશભરના લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે ત્યારે હળવદ તાલુકાની ધર્મપ્રેમી જનતાને આ ભગીરથ કાર્ય અને યજ્ઞમાં યથાશક્તિ આહુતિ આપવા આહવાન કરવામાં આવ્યું હતું

- text