મોરબીના ડબલ મર્ડર કેસમાં પકડાયેલા બે આરોપી બે દિવસના રિમાન્ડ ઉપર

- text


 

મોરબી : મોરબીમાં ડબલ મર્ડર કેસમાં પોલીસે વધુ બે આરોપીઓને ઝડપી તેમને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કર્યા હતા. કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કરી આપતા પોલીસે આરોપીઓની પૂછતાછ હાથ ધરી છે.

- text

મોરબીના ખાટકીવાસમાં ફાયરિંગ અને ડબલ મર્ડર કેસમાં પોલીસે છેલ્લા બે દિવસ દરમિયાન બન્ને પક્ષના 10 આરોપીઓને ઝડપી રિમાન્ડ મેડવ્યા બાદ પોલીસે વધુ 2 આરોપી યાસીન રજાક બકાલી અને કાદિર સલીમ બનાણીને ઝડપી લીધા હતા. બંનેને આકરી પૂછપરછ કરવા તેઓને કોર્ટમાં રજૂ કરાયાએ હતા. કોર્ટે આ બન્ને આરોપીઓની તા.28 સુધીની એટલે કે બે દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે.

- text