MCX: સીપીઓના વાયદાઓમાં ૪૨,૭૩૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૧,૦૩,૩૬૦ ટનના સ્તરે: ભાવમાં સુધારો

- text


 

કીમતી ધાતુઓ, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈ: બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ: મેન્થા તેલમાં વૃદ્ધિ: કપાસનો વાયદો રૂ.૧૦.૫૦ ડાઊન: પ્રથમ સત્રમાં રૂ.૧૦,૦૨૫૫ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧,૬૦,૪૦૬ સોદામાં રૂ.૧૦,૦૨૫૫.૫૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈ હતી, જ્યારે બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઢીલાં હતાં. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલ (સીપીઓ)ના વાયદાઓમાં ૪૨,૭૩૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૧,૦૩,૩૬૦ ટનના સ્તરે રહ્યો હતો. સીપીઓના વાયદાના ભાવમાં સુધારાનો સંચાર થયો હતો. મેન્થા તેલમાં વૃદ્ધિ સામે કપાસનો વાયદો રૂ.૧૦.૫૦ ડાઊન રહ્યો હતો. કોટનનો વાયદો જળવાયેલો હતો.
કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૯૯૪૬૬ સોદાઓમાં રૂ.૫૦૮૫.૮૫ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૧૫૧ ખૂલી, ઊપરમાં રૂ.૫૦૧૮૬ અને નીચામાં રૂ.૪૯૯૪૩ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૩ ઘટીને રૂ.૫૦૦૨૬ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૮ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૩૯૯૨૨ અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૪૯૬૫ થયા હતા, જ્યારે સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૨૪ ઘટીને બંધમાં રૂ.૪૯૭૮૫ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૭૭૦૧ ખૂલી, ઊપરમાં રૂ.૬૭૯૦૦ અને નીચામાં રૂ.૬૭૩૫૨ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૪ ઘટીને રૂ.૬૭૫૪૨ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૧૩ ઘટીને રૂ.૬૭૫૩૪ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોઈ ફેરફાર વગર રૂ.૬૭૫૩૯ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૩૮૭૭૩ સોદાઓમાં રૂ.૧૬૬૪.૪૧ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૫૬૯ ખૂલી, ઊપરમાં રૂ.૩૫૯૦ અને નીચામાં રૂ.૩૫૧૬ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૨ ઘટીને રૂ.૩૫૨૪ બંધ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં ૩૬૮૫ સોદાઓમાં કુલ રૂ.૪૯૦.૨૮ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ડિસેમ્બર વાયદો ગાંસડીદીઠ રૂ.૨૦૩૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૪૩૦ અને નીચામાં રૂ.૨૦૩૨૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે કોઈ ફેરફાર વગર રૂ.૨૦૩૪૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૬૫.૩ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૩.૩ વધીને બંધમાં રૂ.૯૫૯.૯ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૯૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૦૦ અને નીચામાં રૂ.૯૯૦.૧ રહી, અંતે રૂ.૯૯૭.૫ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૯૭ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૯૮.૫ અને નીચામાં રૂ.૧૧૮૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦.૫૦ ઘટીને રૂ.૧૧૮૭.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૦૧૧૫ સોદાઓમાં કુલ રૂ.૨૩૫૧.૬૦ કરોડ ની કીમતનાં ૪૬૯૮.૩૨૫ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૭૯૩૫૧ સોદાઓમાં કુલ રૂ.૨૭૩૪.૨૫ કરોડ ની કીમતનાં ૪૦૪.૪૬૬ ટન, ક્રૂડ તેલમાં ૬૧૭૬ સોદાઓમાં રૂ.૩૭૩.૫૨ કરોડનાં ૧૦૫૧૩૦૦ બેરલ્સ, કોટનમાં ૭૧૩ સોદાઓમાં રૂ.૬૬ કરોડનાં ૩૨૧૫૦ ગાંસડી, સીપીઓમાં ૨૮૨૮ સોદાઓમાં રૂ.૪૧૧.૨૯ કરોડનાં ૪૨૭૩૦ ટન, મેન્થા તેલમાં ૧૦૨ સોદાઓમાં રૂ.૧૧.૯૪ કરોડનાં ૧૧૮.૮ ટન, કપાસમાં ૪૨ સોદાઓમાં રૂ.૧.૦૫ કરોડનાં ૧૭૬ ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૪૭૪૦.૧૯૧ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૫૨.૧૧૮ ટન, ક્રૂડ તેલમાં ૧૬૪૭ બેરલ્સ, કોટનમાં ૧૧૨૯૫૦ ગાંસડી, સીપીઓમાં ૧૦૩૩૬૦ ટન, મેન્થા તેલમાં ૧૩૮.૨૪ ટન અને કપાસમાં ૪૯૬ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૬૫ અને નીચામાં રૂ.૧૩૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૩.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૬૮૧.૫ ખૂલી, ઊપરમાં રૂ.૭૪૮ અને નીચામાં રૂ.૬૧૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૮૩.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૬૫૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૦૩૮.૫ અને નીચામાં રૂ.૨૬૫૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૮૩૯.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૩૧ અને નીચામાં રૂ.૩૯૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૭૯.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૬૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૩૬.૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૫૦ અને નીચામાં રૂ.૧૧૯.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૩.૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૩૨ ખૂલી, ઊપરમાં રૂ.૧૪૯.૪ અને નીચામાં રૂ.૧૧૭.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૫.૯ બંધ રહ્યો હતો.

- text